ઊંડી ઉતરી નજર મારા હૈયે ખુંપી ગઈ.

દોષ ગણું કોનો તું એક સવાલ રચી ગઈ.


પતઝડે પાન ખરે વસંત ફૂટી ગઈ.

મારી અંદર તું બહુ ધમાલ કરી ગઈ.


સવારે ખીલતું પુષ્પ રાતે કળી બની ગઈ.

છબી એક તારી આપોઆપ બની ગઈ.


પરખ્યાં પછી એક મુલાકાત થઈ ગઈ.

કહેવી હતી વાત અંતે ગઝલ કહી ગઈ.


પ્રત્યક્ષ હતી તું હતું હાથમાં ગુલાબ.

એક ડગલું ભર્યું ને સવાર પડી ગઈ.

Gujarati Poem by vipul parmar : 111401445
Aarohi 3 years ago

ખૂબ સરસ...👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now