#મુજને વ્હાલું નિજ એકાંત😊
--------------------------------
સ્વાર્થનો ભલે મને છે એક સંગાથ,
તોય મુજ ને વ્હાલું નિજ આનંદ એકાંત
કોઈ પૂછે ભલે જો મને ,છે કોણ સાથ ?
તોય મુજ ને વ્હાલું નિજ આનંદ એકાંત
હરખથી બોલું મને પ્રેમ છે અગાથ,
તોય મુજ ને વ્હાલું નિજ આનંદ એકાંત.
મતલબની ભલે ચારેકોર છે જમાત,
તોય મુજ ને વ્હાલું નિજ આનંદ એકાંત
"કાતિલ" ભલે સ્નેહ કેરો છે માથે હાથ,
તોય મુજ ને વ્હાલું નિજ આ આનંદ એકાંત
આ દુનિયાનો "ભાવુ" ચાખ્યો છે આસ્વાદ,
તોય મુજ ને વ્હાલું નિજ આ આનંદ એકાંત
ભાવના જાદવ (ભાવુ)💕....😇
*********************************************
"મુજને વ્હાલું નિજ એકાંત", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!