વાતનું વતેસર

આખા ઘરને એ કોપભવન બનાવી બેઠાં છે,
એક નાનકડી વાતનું વતેસર બનાવી બેઠાં છે.
.
સવારથી એક ખૂણામાં ભરાઇને બેઠાં છે,
હાલત એ પોતાની દુર્ગા બનાવી બેઠાં છે.
.
અડકતાંજ કરંટ લાગે જાણે કોઈ ઇસ્ત્રીને,
ગરમી એટલી પોતાનામાં સમાવી બેઠાં છે.
.
ત્રીજા વિશ્વયુદ્ધનો બોમ્બમારો થયો હોય જાણે,
ઘરની હાલત કંઈ એવી અત્યારે બનાવી બેઠાં છે.
.
ચોકલેટ, આઈસ્ક્રીમ થી શરૂ કરીને સાડી સુધીની ઓફર કરી,
લાગે છે આજે ના બોલવાનું મક્કમ મન બનાવીને બેઠાં છે.
.
વાત જો વધશેે હજુ આગળ તો થશે બૂરું,
રસોડામાં અે મોટું તાળું લગાવીને બેઠાં છે.
.
સમય રહેતાં મનાવી લઈશું અમે પણ રુદિયાના રાણીને,
આ સમયની સાથે હોડ અમે પણ લગાવી બેઠા છે.
.
તા.03/04/2020 -© ભરત રબારી
વાર :- શુક્રવાર (માંગરોળ, જી. જુનાગઢ)
#રાણી

Gujarati Poem by Bharat Rabari : 111384385
Bharat Rabari 4 years ago

Thank you #Nidhi Ji

Bharat Rabari 4 years ago

Thank you #Khushi ji

Bharat Rabari 4 years ago

Thank you #Shefali Ji

Shefali 4 years ago

વાહ વાહ..👌🏼

Khushi Trivedi 4 years ago

Excellent 🏆👌🙏🙏👌🏆🏆🏆🏆

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now