ના જોયેલા બધા સપનાઓને અચાનક પાંખ મળે એમ કોઈક દિવસ પોતાના જૂના આલ્બમ મળી જતા ફેસ પર અલગ જ ખુશી આવી જતી હોય છે. આપણા દરેક ચિત્રમાં આપણે ખુદને ઔર વધારે ચિત્રમય થતાં જોઈએ છે.જૂની વિતાવેલી યાદોને ફરીથી તાજી કરવાની મજા અલગ જ હોય છે.ચિત્ર રૂપી આપણે હંમેશા ચિત્રમય બનીને આલબમની અંદર કે ફોનની ગેલેરીમાં જીવિત રહેતા હોઈએ છીએ.જૂના બગડેલા સબંધોને ફરીથી એ જ ચિત્રમાં જોઈને ફરી આપણે એકબીજાના પ્ત્યે ભાવુક થઈ જતાં હોઈએ છીએ.ચિત્ર કદાચ આપણને આપણો ભૂતકાળ વધારે તાજો કરીને આપતું હોય છે.ભુલાઈ ગયેલી બધી યાદોને ફરીથી તાજી કરીને જીવવાની મજા અલગ હોય છે અને એ ત્યારે મળે જ્યારે તમે એને ચિત્રમાં કંડારી હોય છે.
#Picture

Gujarati Good Morning by Sandip A Nayi : 111375798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now