પ્રકૃતિ ઝળહળી ઉઠી છે
પક્ષીઓનાં કલરવ સંભળાય છે

છે આજે માણસ ઘરમાં બંધ
પ્રદૂષણ પણ ઘણું ઓછું થાય છે

નહીં રહ્યો ઘોંઘાટ વગર કામનો
શાંતિ ઘણી અનુભવાય છે

છે ખુશ વૃક્ષો હવે અઢળક
CO2 નું પ્રમાણ ઓછું થાય છે

કંટાળી હશે પૃથ્વી પણ સાહેબ
આજે એનું સ્મિત દેખાય છે

હતા જયાં ફકત સ્વાર્થના સંબંધો
હવે માણસ માણસ નો થાય છે

હશે ચોક્કસ કોઈ કારણ આની પાછળ
કદાચ પૃથ્વી પર સ્વર્ગ નિર્મિત થાય છે

Gujarati Poem by A K : 111374722

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now