#ભટકવું

આ કોણ ભટકે છે, કોરોના બનીને,
આ કોણ ચટકે છે, કોરોના બનીને;

ખાંસી થી અટકે છે, મુંઝારો થઇ ને,
યમદૂત કોણ ફટકે છે,કોરોના બનીને;

કર્મ સમષ્ટિ ના ,ભોગવવા પડે અહીં,
ભોક્તા કોણ ઝાટકે છે,કોરોના બનીને,

સંક્રામક રોગ છે,સ્વરૂપ મહામારી તણું,
શ્વાસ બધો અટકે છે. ,કોરોના બનીને,

આનંદ મય જીવન જીવો તમે ,એકાંતમાં,
મોત નો છાયો લટકે છે, કોરોના બનીને,

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111373353
Chahat 4 years ago

કોરોના જાણે કુદરત આવ્યું હિસાબ ચૂકતે કરવા, હવે જાય ત્યારે સાચું, સમય મુજબ યથાયોગ્ય રચના 👍👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now