કહો હવે, કુદરતની સામે કોણ ભારી છે?
આજ મનુષ્યના હાથમાં નરી લાચારી છે.

વિરાટ સામે સદાય,વામન રહેશે માનવી,
શ્વાસ બે લેવાય છે, એ પ્રકૃતિને આભારી છે.

હાથનાં કરેલા જ આજ હૈયે વાગ્યા છે,
આપણી જ ભૂલ આ કોરોના મહામારી છે.

ખીલવા દયો સૃષ્ટિને, આ ધરતી બાગ છે ઈશ્વરનો,
આ ક્યાં ખાલી આપણા બાપની જ ક્યારી છે?

હસીએ છીએ આપણે વિશ્વની લાપરવાહી પર,
યાદ રાખજો કાલે આપણી પણ વારી છે.

સફાઈ, સતર્કતા અને શ્રદ્ધા હથિયાર છે આપણાં,
ખોટી મૂર્ખાઈ કરવી નહીં, એ જ મોટી તૈયારી છે.

એકલા લડી શકાય એવી આ લડાઈ નથી 'અનંત'
સૌએ સાથે લડવું પડશે,બધાની જવાબદારી છે,
જેટલી મારી છે એટલી જ તમારી છે.....

રાજેશ જોષી 'અનંત'

Gujarati Poem by Naranji Jadeja : 111372637

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now