#life
#nature
#moveon

કાશ Life ને પણ પ્રકૃતિની જેમ જીવી શકતા હોત
પ્રકૃતિ જેમ રોજ સવારે સોળ કળાએ ખીલીને મહેકે છે. રોજ નવી કૂંપણો ફૂટે છે.. રોજ નવી સુગંધ પ્રસરે છે.. રોજ એક નવો જ અહેસાસ આપે છે.. રોજ ઉગતા સુરજ ની રોશની સાથે પ્રજ્વલિત પ્રકાશ પાથરે છે... પ્રકૃતિ ક્યારેય થાકતી નથી નથી હારતી એક નાનું ઘાસનું તણખલું પણ ઠંડી, ગરમી અને વરસાદ સહન કરી અડગ રહે છે ભલે ઝુકી જશે પણ પોતાનું અસ્તિત્વ રૂપી મૂળિયાં ને ક્યારેય મરવા નહીં દે... આપણે માણસજાત જ એક એવી છે જે give up કરી દે છે.. ક્યારેય કોઈ પશુ પંખીને sucide કરતા જોયા છે.. એના પણ
બચ્ચાઓ અને માળાઓ વેરવિખેર થઈ જતા હોય છે. કારણ એ હંમેશા પ્રકૃતિમય રહે છે. આજે જે કાંઈ આપ્યું ઈશ્વરે એ કાલે પણ આપશે.. આપણે જ વિચલિત બની જઈએ છીએ કે કાલ નું શુ થશે.. અથવા તો મારી સાથે જ આવું કેમ થયું... હું જ કેમ... દુનિયા આપણે એક નહીં હજારો લાખો લોકો સાથે બનતું હોય છે જે તમારી સાથે થયું.. અમુક ભુલો કે એક કમનસીબી આખા જીવન ને ક્યારેય બગાડી ના શકે...
ક્યારેક આખી life ને erase કરી અથવા reset મારી જીવી જુઓ પ્રકૃતિમય બની કોઈ એ વિચાર નહીં કોઈ past નહીં કોઈ future નહીં ફક્ત આજ અને આજ.. એક નવી સવાર ની જેમ... એક નવા જીવન ના જન્મની જેમ... soul સાથે સંપૂર્ણ પોતાની સાથે... જે થયું કે થશે કે જશે let it go.. dont think about it... life is beautiful like nature....

Gujarati Blog by parth : 111365084

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now