તું મને સાંભળ હું બોલવા તૈયાર છું,
તું મને કહે હું સાંભળવા તૈયાર છું,

ચાલ સાથે મળીને આ પક્ષીઓનો કલરવ સાંભળીએ,
બની શકે તો એમની વેદના સમજીએ,

ચાલ સાથે મળી આ નદીઓનો ખળખળાટ સાંભળીએ,
બની શકે તો એમની વ્યથા સમજીએ,

ચાલ સાથે મળી આ વૃક્ષોની ડાળીઓ ને સાંભળીએ,
બની શકે તો એમની કોઈ અરજ સમજીએ,

ચાલ સાથે મળી આજે મંદિરની ઘંટળીઓ વગાડીએ,
બની શકે તો મધુર રણકારમાં ઈશ્વરનો સ્વર સાંભળીએ.

#સાંભળો

Gujarati Blog by pinkal macwan : 111359084

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now