પતંગ જો હવામાં ઊડતી જ સારી લાગતી હોય
તો પછી માણસ કેમ પતંગ બની ઉડવા ઈચ્છે છે?

પતંગ જો દોરથી બંધાય ને જ ઉપર જવા ઈચ્છતી હોય
તો માણસ કેમ કોઈ બંધને બંધાઈ રહેવામાં અકળાય છે?

પતંગના નસીબમાં જો કપાઈ ને નીચે પડી જવાનું લખ્યું છે
તો માણસને કેમ નીચે પડવાનું કે નમવાનું ગમતું નથી?

પતંગતો કાગળની બનેલી છે ક્યારેક ફાટીને નાશ પામશે જ
તો માણસને મોત મેળવી નાશવંત થવાનું કેમ નથી ગમતું?

પતંગની તો આટલી બધી ખાસિયતો હોવા છતાં નાશવંત છે
તો માણસ પોતાના માં અવગુણો નો ભંડાર ભરી અમર થવા કેમ ઈચ્છે છે???????

#પતંગ

Gujarati Blog by pinkal macwan : 111356313

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now