🔹 તો કહેજે✍️

તડકા માં તપ તપતી ધૂળની એ ડમરીઓ જો કશું બોલે તો કહેજે,
ફૂલો પર બેસીને ગુંજતી એ ભમરીઓ જો ઝરા ડોલે તો કહેજે,

ચંદનની સોડમથી ધમધમતું લાકડું જો તને સ્પર્શે તો કહેજે,
આંખોની મસ્તીમાં ડૂબતી એ આંખો જરા હરકત કરે તો કહેજે.


કોયલના કલરવથી શુશોભિત વડલાની ડાળ થોડી ઝૂલે તો કહેજે,
મનડા ના મનગમતા મીઠડાં ને મધુરા સુર આજ સંભળાય તો કહેજે.

આકાશે ટમટમતા ચમકીલા તારલાઓ જો ખરી જાય તો કહેજે,
ઝગમગતી રોશની ને રઢિયાળી રાતડી ની સરખામણી થાય તો કહેજે.

સૂસવાટા મારતી એ વાયરાની લહેરો જો ઘર આંગણે આવે તો કહેજે,
લાલ- ભૂરી શાહી થી ભીંજાતી કલમ મારી જો કાગળ લખે તો કહેજે.

✍️ દાવડા કિશન "અવકાશ"

Gujarati Poem by Davda Kishan : 111350271

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now