Wish you a very happy Valentine Day.. My special creation on this day😊

વેલેન્ટાઈન કોણ??

ચહેરા પર કરડાકી લાવી
ખર્ચા ઓછા કર 😡
તારા બાપને પૈસા ઝાડ પર નથી ઊગતા...
એમ કહી, પ્રેમ થી તમારી જાણબહાર પાંચસો ની નોટ પર્સ માં સરકાવે તો એ *બાપ છે વેલેન્ટાઈન*..

બહારગામ નોકરી કરતો દિકરો રજા પર આવે
ત્યારે અરેરે.. કેટલો સુકાઈ ગયો છે એમ વિચારી
રોજ નિતનવા ભાવતા ભોજન બનાવે
અને જતી વખતે અઢળક નાસ્તા ના ડબ્બા પણ ભરી દે
તો એ *માં છે વેલેન્ટાઈન*...

ઢળતી ઉંમરે પપ્પા ના રીટાયરમેનટ નો લેટર હાથ માં છે..
તેમના ચહેરા પર બેચેની છે...
એ પારખી. .. ખભા પર મિત્ર ની જેમ હાથ મુકી
દિકરો કહે શું કામ ટેન્શન કરો છો યાર???
હું બેઠો છું ને હવે??
અને? *એને ખરા અર્થમાં* નિભાવી જાણે
તો એ *દિકરો છે વેલેન્ટાઈન*...

ભાઈ થી કોઈ ભુલ થાય અને પપ્પા મારવા લે
ત્યારે ઢાલ બની ઊભી રહે
કે કોઈ વખત ચાલતા ઠેસ વાગે
અને હાથ પકડી ને પુછે
ભાઈ વાગ્યું તો નથી ને?
જો કીડી મરી ગઇ એમ કહી ફોસલાવે 😊
તો એ *બેન છે વેલેન્ટાઈન*..

નાની બહેન નું પરીક્ષા નું રીઝલ્ટ નબળું આવે
અને ત્યારે ગુસ્સે થાય..
કદાચ એકાદ હળવી ટપલી પણ મારે....
પણ ત્યારબાદ જો તરત નવરાત્રિ આવતી હોય...
તો ભાભી ને પૈસા આપી કહે..
આને બે ત્રણ નવી ચણિયાચોળી લઈ આપજે
તો એ *ભાઈ છે વેલેન્ટાઈન*...

ગંભીર બિમારી માં એમ્બ્યુલન્સ પહેલા
હોસ્પિટલ પહોંચે અને માથે હાથ ફેરવી કહે
તું કોઈ જાત ની ચિંતા ના કરતો અમે છીએ ને?
એમ કહી રાત રાત ભર જાગી ઉજાગરા કરે... તમારી સંભાળ રાખે
તો એ *મોટા ભાઈઓ છે વેલેન્ટાઈન*..

પરણવા ની ઊંમર થતા..
છોકરી જોવા નું ચાલું થાય
ત્યારે એય હિરો..
તને કોઈ ગમતી હોય તો કહેજે..
ઘર માં અને પપ્પા મમ્મી પાસે આપણું ખુબ ચાલે છે
*સેટીંગ કરાવી* આપીશ એવું કહે
તો એ *ભાભી છે વેલેન્ટાઈન*..

પોતે અને ભાઈ બંને થાકી ને નોકરી પર ઘરે આવે...
પણ તેમ છતાંયે..
મોટા ભાઈ વધારે થાકી ગયા છે વળી એમની ઉંમર પણ થઈ છે
એમ વિચારી પોતાના શયનખંડ મા જતા પહેલા
ભાઈ ના પગ દબાવી સુવે
તો એ *નાનો ભાઈ છે વેલેન્ટાઈન*..

સાસુ સસરા જતી ઉંમરે પણ ખાવા ના શૌકીન છે
વળી પપ્પા ને ડાયાબીટીસ પણ છે..
તેમ વિચારી સાસુ ને રોજ ભાત ભાત ના
નાસ્તા બનાવી આપે
અને પપ્પા માટે સુગર ફ્રી ની મિઠાઇ બનાવે કે વળી
આઇસ્ક્રીમ લઈ આવે તો એ *વહુ છે વેલેન્ટાઈન*..

પપ્પા થાકી ને ઘરે આવે ત્યારે તરત પાણી નો ગ્લાસ ધરે
કોઈ કોઈ વાર તેલ માલીશ ચંપી કરી આપે...
સાસરે જતી વખતે રડતાં રડતાં પણ
પપ્પા ને કહેતી જાય..
તમે તમારી તબિયત નું ધ્યાન રાખજો
દવા ટાઈમસર લેજો અને ગુટકા બહુ ખાશો નહીં
તો એ *દિકરી છે વેલેન્ટાઈન*...

તારા એ બધા મારા જ છે ને? એમ કહી..
સાસુ સસરા ને અને સાળા સાળી ને
પોતાના ઘર ના જેટલું જ માન આપે..
અને સારા નરસા પ્રસંગે દિકરા ની જેમ
ખભો ધરીને ઊભો રહે
તો *જમાઈ છે વેલેન્ટાઈન*..

મિત્ર ના હસતા ચહેરા ની પાછળ
કંઈક ગમગીની છવાયેલી છે
એ પારખી ને..
ચલ દોસ્ત કટીંગ ચા પીવરાવને
અને એ *કટીંગ ચા ના બદલા માં*
તમારા મન પર ના હજાર મણ બોજા ને રૂ જેવો હળવો બનાવી દે
તો એ *મિત્ર છે વેલેન્ટાઈન*...

શારીરિક, માનસિક અને આથિૅક વિપદા પડે ત્યારે
તમે શું કામ ચિંતા કરો છો? *હું છું ને સાથે?*
એમ કહી તમારી ભિંસ મા ભાગીદાર બને
તો એ *પત્ની છે વેલેન્ટાઈન*...

વહુ ટેન્શન માં હોય ને સાસુ કહે કે ચિંતા ન કર, હું બેઠી છું ને, તો એ *સાસુ છે વેલેન્ટાઈન*

અને આખરે

દેશ અને મા ભોમ ની રક્ષા કાજે
*સર્વિસ બિફોર સેલ્ફ* ની ભાવના ને
ખરા અર્થમાં ઉજાગર કરી ..
દુશ્મનો અને આતંકવાદી ઓ થી દેશવાસીઓ ના રક્ષણ કાજે
સામી છાતી એ ગોળી થી વિંધાઈ ને
ભર યુવાની માં *શહિદી વહોરી* લે...
તો એ આપણો *ફૌજી ભાઈ ખરા અર્થ માં વેલેન્ટાઈન*🇮🇳🇮🇳... 🌹🌹

Gujarati Quotes by Jitubhai : 111342127

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now