દામ્પત્ય જીવન
પતિ- પત્નીના સંબંધો એ એક સંસાર રથ છે.
સામાન્ય રીતે જોઈએ તો દરેક દંપતીમાં એક બીજા પ્રત્યે થોડીક ખટાશ આપણને જોવા મળે છે. ક્યારેક નાની રકઝક પણ થતી હોય છે.એક બીજાને મનદુઃખ થતું હોઈ છે. નાની રકઝક મોટું સ્વરૂપ લઈ છે તેનું ધ્યાન રાખવું જોઈએ.
(૧) ' તું ' ને ' હું ' , માંથી આપણે થઈ જાવ. આ એક નાની ગૌણ બાબત છે. પણ જો સતત એક બીજા પ્રત્યે હુસાતુસી રાખે તો સબંધ તૂટી જાય છે.
(૨) એક બીજાના શોખને જાણો. શોખ જાણીને એ શોખ પૂરા કરવા માટે એક બીજા માટે તત્પર રહો.
(૩) તમારા પાર્ટનર ની કાળજી રાખો.તેને પૂરતો સમય ફાળવો. સમયના અભાવ ને લીધે એક બીજા પ્રત્યે રહેલી હૂંફ ઓછી થઈ જાય છે
(૪) એકાંતની પળો માણો.
(૫) એકબીજા સાથે હરો ફરો. ફરવું જરૂરી છે.
(૬) દંપતિ બંને એ એકબીજાના મનને ઓળખવા જોઈએ. મનથી જોડાવું જોઈએ.
(૭) પોતાની સ્મૃતિઓને વાગોળવી જોઈએ.
(૮) એક બીજા સાથે એક બીજાની રહેલી લાગણી કે વાત શેર કરતા શીખો. ઘણી વખત અમુક દંપતિ પોતાની લાગણી કે વાત કરતા ખચકાટ અનુભવતા હોય છે.
(૯) એક બીજાને પૂરક બનો. એવું જરૂરી નથી કે સ્ત્રીનું કામ સ્ત્રીએ જ કરવું જોઈએ. પુરુષ પણ કરી શકે.એક બીજાના કામ મા ઉપયોગી થાવ.
(૧૦) એક બીજાના ગમાં- અણગમાને સ્વીકારો.

Gujarati Motivational by Suresh Vala : 111333794

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now