આપણે બાળકને વારંવાર ટોક્યા જ કરીએ છીએ તું ગણિતમાં, વિજ્ઞાનમાં સાવ નબળો છે.ચાલ લેસન કરી લે. એમાંય આજકાલ અમુક વાલીઓ બાળકો પર ભણતરનું ભાર વધારી દે છે. રમવા પણ જવા દેતા નથી. બાળકોની શકિત ખીલવવા ને બદલે તેને ગૂંચવણમાં નાખી દેય છે. એક નાનું બાળક ઘણું બધુ કરી શકે છે. તેને જો આપણે સારું ગાતા શીખવીએ, સારું બોલતા શીખવીએ, ડાંસ કરતા શીખવીએ તો તે સરસ રીતે શીખી જાય. આ યુગ એટલે મોડર્ન યુગ. આજની જનરેશન એ બહુ સ્માર્ટ છે.
આપણે જ બાળકની પાંખો કાપી નાખીએ છે.તે તો ઘણું બધું શીખવા માંગતું હોય છે. એને જે સારી પ્રવૃત્તિ કરતા આવડતી હોય તે કરવા દેવી જોઈએ જો આપને બાળકને પ્રવૃતિ કરતા રોકશુ તો એ બાળક માટે એવું થશે કે પંખી પાસે પાંખ છે પણ તે ઉડી શકશે નહિ. સમય જતાં તે જાણતું હશે પણ તે કાર્ય કરવા માટે અસક્ષમ થઈ જશે.
અમુક માતા- પિતા વારંવાર એવું કહેતા હોઈ છે કે બેટા આ તારાથી નહિ થાય. રહેવા દે! આપને જ બાળકની માનસિકતા ને સંકુચિત કરી નાખીએ છીએ. એની અંદર એવો કામ કે પ્રવૃતિ કરવા પ્રત્યેનો ડર અને ક્ષોભ તેના મનમાં રહિ જાય છે. તેને લીધે બાળમાનસ પટ પર તેની વિપરીત અસરો જોવા મળે છે.તે તેના ગુસ્સા પર કાબૂ રાખી શકતું નથી.
તેને કૂદવું છે, રમવું છે, નાચવું છે, દોડવું છે તો એ કરવા દો. તેના શારીરિક વિકાસ સાથે તેનો માનસિક વિકાસ થશે. શિક્ષકો એ કે વાલીઓ એ બાળક પર ખોટી રીતે રોફ ન જમાવવો જોઈએ. આજ તે આ નથી કર્યું આજે તારો વારો છે મેથીપાક ચખાડવો પડશે. તેની ભૂલ થાય તો તેને સારી રીતે સુધારતા શીખો. જો બેટા તે આ ભૂલ કરી છે . આ ભૂલ નું ધ્યાન રાખજે. ભવિષ્યમાં આવી ભૂલ ન થવી જોઈએ. કઈક સારી વાત કે સારા ઉદાહરણો દ્વારા પણ સમજાવી શકીએ. ઢોરમાર તો ક્યારેય કરવો જ નહીં આજની પેઢી પર તેની અવળી અસર પડે છે.
- અનુભવની ડાયરી-
- સુરેશ વાળા

Gujarati Thought by Suresh Vala : 111332112
Suresh Vala 4 years ago

આભાર મેડમ

Shefali 4 years ago

ખૂબ સરસ, એક દમ યોગ્ય વાત કહી છે આપે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now