ચા મને ખૂબ પ્રિય છે અને તું પણ..
ચા નું મને વ્યસન થઈ ગયું છે ,તેમ તારું પણ વ્યસન થઈ ગયું છે..
જેમ ચા જોઈએ અને ના મળે અને ત્યારે મન વ્યાકુળ થઈ જાય છે તેમ તારી યાદ આવે અને તને ના જોવ તો મન વિહવળ થઈ જાય છે
જેમ ખાંડ ચા ને મધુર બનાવે છે તેમ તારી હાજરી માત્ર મારા જીવન ને મધુરતા થી ભરી દે છે...
જેમ આદુ નો સ્વાદ ચા પીનાર માં તાજગી લાવે છે, તેમ તારી તીખી નજરો અને કાતિલ હાસ્ય મારા હર્દય માં તાજગી ભરી દે છે...
જેમ ફૂદીનો ચા માં સુગંધ ભરે છે, તેમ તારો પ્રેમ મારા જીવન માં સુગંધ ભરે છે..
જેમ ચા ને જોઇને પીવાનું મન થઈ જાય છે, તેમ તને જોઈને પ્રેમ કરવાનું મન થઇ જાય છે!!
- By Kunjal

Gujarati Poem by કુંજલ : 111329635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now