"ગુલાબી શીતળતા"
પૂર્વમાં લાલી છવાઈ,
મૃદુ રવિ ની સવારી આવી.
ઉષા ની ચૂનર લહેરાઈ,
સારી વનરાઈ મલકાઈ.
ધરતી-અંબર સુંદર સુંદર,
જલ-સમંદર સઘળું સુંદર.
પશુ-પક્ષીઓ ચહક ચહક,
પુષ્પો કલીઓ મહક મહક.
પવનની મસ્તી સનસન ,સનસન,
પ્રાણી-સૃષ્ટિ થરથર,થરથર.
મોર-પપીહર થનક થનક,
નદી-ઝરણાં ઝલક ઝલક.
માનવી ના મન છલક છલક,
સવારની મહેફિલ મલક મલક.
સરોવરમાં માછલીઓ સરક સરક,
દરિયામાં લહેરો લરક લરક ,
"ગીતા" નું સૃજન મરક મરક.
"ગીતા"નું ગૂન્જન સરસ સરસ.

Gujarati Poem by Dr. Damyanti H. Bhatt : 111326720
Abbas khan 4 years ago

Waah,,kya baat hai...👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now