નીતિ ની ભીતિ

સારૂ જીવવા માટે સારો વિચાર
સાચા સંબંધો માટે સારૂ આચરણ
જીવન માં સફળતા મેળવવા માટે
કરવો પડે છે સખ્ત કઠિન પરિશ્રમ
બીજાને મદદરૂપ થવા માટે જોઈએ
સારી ભાવના અને સારા સંસ્કાર
આપણી નીતિ મા નાહોય કોઈ ઉણપ
નસીબ આપણું સદા સાથે રેહશે
નીતિ માં જે આવે ભીતિ તો કામ થાય ખરાબ
નીતિ ની ભાવના તન મનથી સારી રાખવી
આપણી નીતિ ની ભાવના સારી હશે તો
બીજો આપણા પર આંધળો વિશ્વાસ મૂકશે
આપણા પર જો કોઈ વિશ્વાસ મૂકે તેજ
જીવન ની સૌથી મોટી સફળતા મળી કહેવાય
માટે કોઈ ના વિશ્રવાસ ને ઠેસ ન પહોંચે એ માટે
અનીતિ ની નહિં પણ નીતિ ની ભાવના રાખવી

🌺🌺

Gujarati Poem by Bharat Ahir : 111304580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now