કે ક્યાં થી આજ સફાળી બેઠી થઇ સંવેદના
કે અજાણતાં જ આજ જાગી ગઈ વેદના
લાગણી ના મૂળ તો વાટી ને દીધાં 'તા દાટી
તો ય કેમ કરતાં ઉગી ગઈ લતા થઈ વેદના
આ ભીની પ્રેમ ની કૂંપળો કેમ કરું સુકવું
કે વાસંતી વાયરા ને ય વીંધી ગઈ વેદના
હું પરોવું જીવ જેમાં, એમને નથી મારી ખેવના
કે ઉછાળી ને લાગણી હું ઝીલી ગઈ વેદના
દ્વાર હોય રૂદિયા ને, હું કરી લઉં સજડ બંદ
કે બંદ બારણે ય ટકોરા મારી ગઈ વેદના

Gujarati Thought by Amita Patel : 111283633
Kamlesh 4 years ago

અપ્રતિમ રચના

Amita Patel 5 years ago

Thanks jay...hu ane mara dukho.. ane Mari vedna ..badhu kaik aneru ?

Amita Patel 5 years ago

Thank you shefali

Jay _fire_feelings_ 5 years ago

ઓ હો... શું વેદના છે તમારી... ???

Amita Patel 5 years ago

Ha harita.. ekdum sacho arth.. thanks dear

Abbas khan 5 years ago

વાહ બહુ જ સરસ...✍✍ ?

હરિ... 5 years ago

વાહહહ... મસ્ત.... ?? ખેવના એટલે ઈચ્છા..??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now