દીવાળી
આ વર્ષ પત્યું ને દિવાળી આવી
હસતા રમતા જોને વર્ષ વીત્યું
ઘણું ગુમાવ્યુ ને ઘણું મેળવ્યું
કોઈને મળ્યા તો કોઈએ છોડ્યા
સુખ-દુઃખ આવ્યા અને ગયા
આ વર્ષ પત્યું ને દિવાળી આવી

કોઈની રહી યાદ તો કોઈ ની રહી ફરિયાદ
કોઈ ભુલાશે તો કોઈ નહીં
કોઈ આંખોથી દૂર
હશે તો કોઈ દિલથી નજીક
જે મનથી રહે સાથે તો વર્ષ વીત્યું સફળ
આ વર્ષ પત્યું ને દિવાળી આવી
હસતા રમતા જોને વર્ષ વીત્યુ

કોઈ વતન ગયા તો કોઈ રહ્યા શહેર
જો કોઇના દિલને દુભવ્યા હોય દિલથી
તો સાવન કહે માગજો માફી પ્રેમથી
થાય એટલો કર્યો છે પ્રયાસ
ના થાય કોઈ ભૂલ મારી
આ વર્ષ પત્યું ને દિવાળી આવી
હસતા રમતા જોને વર્ષ વીત્યું


પરિવાર સાથે ભેગા મળી
કરજો આનંદ ને લીલા-લેર
ફોડી ફટાકડા, ને ખાઈ મીઠાઈ
સંબંધો બનાવજો રંગીન
આવા ઘણા વર્ષો વિતી જશે
ને પાછી દિવાળી આવી જશે
હસતા હસતા આવા ઘણા વર્ષો વીતી જશે...

Gujarati Poem by Savan M Dankhara : 111277812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now