*આત્મ સમ્માન* લેખ.... ૧૬-૧૦-૨૦૧૯

આત્મ સમ્માન જ્યાં ના હોય ત્યાં બત્રીસ જાતનાં ભોજન મળે તો પણ એ ધૂળ બરાબર છે.... જ્યાં તમારી ભાવના ની કદર ના હોય ત્યાં ભાવનાઓમાં વહી જવું એક મુર્ખામી છે...જે પ્રેમમાં તમારું આત્મસમ્માન (સેલ્ફરિસ્પેક્ટ) ઘવાતું હોય, દરેક વખત આત્મસમ્માન ને ઠેસ પહોંચતી હોય તો બની શકે એટલી વહેલી તકે એ વ્યક્તિ ને છોડી દેવા, કેમ કે જે તમારું સમ્માન નથી કરી શકતા, અને તમારા ખુદ ના આત્મસમ્માન ને કચડવા ની કોશિશ કરે છે એ તમને શું ધૂળ પ્રેમ કરવા ના.. અને એવા પ્રેમની કિંમત પણ શું??? જે પ્રેમ નો મતલબ જ ના સમજે...એટલે આવા ખોટા દેખાવ કરતાં પ્રેમને છોડવા માં જેટલી સ્ફૂર્તિ રાખશો એટલી આસાની રહશે ભ્રમણામાં થી બહાર આવો નહીતર તમે પ્રેમ પ્રેમ કરતા મરતાં રહેશો અને એક દિવસ એવો આવી જશે તમને ખુદ તમારા થી જ નફરત થવા લાગશે કે મેં કેવી વ્યક્તિ ને પ્રેમ કર્યો જે મારુ છે જ નહીં ... આત્મસમ્માન ગુમાવેલ વ્યક્તિ હતાશા માં ગરકાવ થઇ જાય છે અને ડિપ્રેશન નો શિકાર બની જાય છે... પ્રેમ માં સમ્માન હોય છે.. જ્યાં સમ્માન નથી પરવાહ નથી ત્યાં પ્રેમ નથી ખાલી વહેમ છે અને જરૂરિયાત નું એક માધ્યમ છે... તમે ઉપયોગી છો તો પ્રેમ નામનો વહેમ છે નહીં તો તમારા આતમ સમ્માન ને કચડી નાંખવામાં આવે છે... તમારી કિંમત જીરો થી વધુ કંઈ નથી...
સાચો પ્રેમ ક્યારેય આત્મસમ્માન ને ઠેસ નથી પહોંચાડતો એ તમારી પરિસ્થિતિ અને સંજોગો ને સમજે છે જે તમને સાચો પ્રેમ કરે છે એ તમને કોઈ પણ સંજોગોમાં સમય અને સાથ આપે છે અને તમારા શબ્દો અને તમારા આત્મ સમ્માનની પરવા કરે છે......
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Gujarati Blog by Bhavna Bhatt : 111271769
Bhavna Bhatt 5 years ago

દિલથી આભાર માનું છું

Bhavna Bhatt 5 years ago

દિલથી આભાર માનું છું આપનો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now