જુનાં ઘા ખણું છું પ્રહારે પ્રહારે,
ખણું એ ગણું છુું પ્રહારે પ્રહારે.
રચે ઉર્ણનાભિ* મહાજાળ એવું,
હું પણ ઘર ચણું છું પ્રહારે પ્રહારે.
પડે એ ચડે છે, ઉંચા એ મુકામે;
સતત એ ભણું છું પ્રહારે પ્રહારે.
નથી ડર મરણનો હવે એ હિસાબે;
હું ખુદ ને હણું છું પ્રહારે પ્રહારે.
નવું જાણવા ને અજ્ઞાની બનું હું,
નિરંતર ભણું છું પ્રહારે પ્રહારે.
લગાગા બહરની પ્રક્રિયા કરીને,
ગઝલ હું જણું છું પ્રહારે પ્રહારે.
-અશોક વાવડીયા
*ઉર્ણનાભિ= કરોળિયો
છંદ= મુતકારિબ ભુજંગી બહર નો ૨૦ માત્રા લટકાના શેર સાથે
ગુજરાતી શબ્દો
લગાગા, લગાગા, લગાગા, લગાગા
અરબી શબ્દો
ફઊલુન, ફઊલુન, ફઊલુન, ફઊલુન