“તારા વિના શ્યામ... એકલડું લાગે.."

ગઈ સાલની એક રાતે હું પાર્ટી પ્લોટમાં સતત એક યુગલને જ નિહાળી રહી હતી, વીસ બાવીસ વરસનાં એ છોકરો - છોકરી એકબીજા સાથે તાલ મિલાવી લયબધ્ધ એટલું સરસ ગાઈ રહ્યાં હતા કે એમની ઉપરથી નજર જ ના હટે.

પોણા બાર વાગે હું ઘરે જવા નીકળી, ત્યારે એ કપલ પણ મારી આગળ આગળ જ બહાર નીકળ્યું હતું, જતા જતા રસ્તામાં પણ એ બંને વચ્ચે વચ્ચે એકાદ સ્ટેપ લઈએ એકબીજા સામે દાંડિયા ઉલાળતા હતા, એમનું ટાઇમિંગ પરફેક્ટ હતું... બન્ને જાણે બધું સાથે જ કરતાં, મીરર ઈમેજ જ જોઈલો.

બહાર નીકળતા જ બે ચાર છોકરાઓ આવ્યા જેમને જોઇને એ છોકરી એ લોકો પાસે જતી રહી, છોકરો બીજી તરફ વળી ગયો, બીજા છોકરાઓમાંનો એક એ યુવતીને ધમકાવી રહ્યો હતો, “કેટલી વાર કહ્યું કે એવા એની સાથે ના ફર, તારી સગાઈ થઈ ગઈ છે અક્કલ નથી ચાલતી..."

હું નીકળી ગઈ ત્યાંથી, અફસોસ બે માણસો વચ્ચે જે બોન્ડ હોવો જોઈએ, જે હું જોઈ રહી હતી એ કપલમા એ, એ લોકોના ઘરવાળાને નહતું દેખાતું!

કેવો છે ને આપણો સમાજ જે કુંડળીથી કુંડળી તો બરોબર મિલાવી દે છે, ફક્ત હૃદયના તારનું જોડાણ અવગણે છે...!
નિયતી કાપડિયા.

Gujarati Blog by Niyati Kapadia : 111264487
Sujal B. Patel 5 years ago

You have very right

Sangita Behal 5 years ago

Absolutely right ji

Shweta Parmar 5 years ago

એક દમ સાચી વાત છે..

Jainish Dudhat JD 5 years ago

Great observation nd amazing thinking ????????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now