૨૦૦૧ સુરેન્દ્રનગર, સી યુ શાહ પોલિટેક્નિકમાં મારુ કોલેજનું બીજું સેમેસ્ટર ચાલુ હતું. કોલેજના HOD ફક્ત પોતાને મળતાં પગારની મોજ કરતા અને સરકાર તરફથી વિદ્યાર્થીઓને મળતી સબસીડી પોતાના ગજવામાં ભરતાં હતા. બધા વિદ્યાર્થીઓને પોતાની કરતૂત કોઈને ન કહેવા દબાણ કરતા હતા. જો વિદ્યાર્થીઓ પ્રિન્સીપાલને ફરિયાદ કરેતો HOD વિદ્યાર્થીઓને ત્રાસ દેતા, જરનલ સંતાડી દેતા, પ્રેક્ટિકલમાં માર્ક કાપતાં હતા. મેં અને મારી સખીઓ અમિતા પંડ્યા, ગાયત્રી વછેટા, ફોરમ પરમાર, કુંદન વાઘેલા, દર્શના શાહ, રિંકલ વાઢેરે આનો સખત વિરોધ કર્યો, લેખિત નોટિસ ગાંધીનગર સચિવાલયમાં આપી, ૪ મહિને અમને ન્યાય મળ્યો, HOD પાસેથી માફીપત્ર મળ્યો અને HOD ની બદલી બીજે થઈ ગઈ. અમારી સાથોસાથ આખી કોલેજને અમારી ગાંધીગીરીથી લાભ થયો.

Gujarati Gandhigiri by Falguni Dost : 111263835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now