પૃથ્વીનો છેડો પોતાનું ઘર. બેંગ્લોર ફરી અમદાવાદ આવી ગયાં. આ વખતે જાણી જોઈ સવાબે કલાક પ્લેનની મુસાફરીને બદલે ટ્રેન લીધી. પહેલાં રૂટ પુનાથી દોન્ડ, સોલાપુર, વાડી, ગુંટકલ, ગુલબર્ગ થઈને જતો જે રસ્તે 3 રાત બે દિવસની મુસાફરી 1996 માં કરેલ. જૂની પેઢી ભૂગોળમાં એ જ રૂટ ભણી હશે.
હવે હુબલી, ધારવાડ, મીરજ, સાંગલી, સતારા, પુના, લોનાવાલા, કલ્યાણ,વસઇ થઈને 31 કલાકમાં આવ્યાં.
રસ્તો ખૂબ ગ્રીનરીથી ભરેલો હતો. ધારવાડ સુધી તો નારીએળીઓ અને સોપારી, ચોખા વ. નાં ખેતરો હતાં. તેમાં પાણી વ્યવસ્થિત ભરેલું હતું. પાક સાચવીને ઉગે અને પશુપક્ષીઓ ન ખાઈ જાય તથા સચવાય એટલે સિમેન્ટનાં નળિયાં ઉપર ગરબામાં હોય તેવાં કાણા પાડીને લાઈનસર મુકેલા. ક્યારાઓની લાઈનમાં.
લીલા પર્વતો, ભરપૂર નદીઓ, એક ડેમ, નીચે ખીણ અને ઉપરથી પસાર થતી, વારે વારે ગોળ વળાંક લેતી ટ્રેનની મુસાફરી દિવસ દરમ્યાન એન્જોય કરી.
હા, પ્રથમ વખત એડવાન્સ પેમેન્ટ કરી બપોરે પોણા વાગે મીરજ પર થાળી આવે એમ કરેલું. Irctc નો માણસ ડબ્બા પર આપી ગયો. વળતાં બધે એક બે મિનિટ ઉભે તો પણ પુના વડાપાઉં તો લીધા. જો કે કરજત અને લોનાવાલા રાતે 9 પછી આવતા હોઈ ત્યા કરજતના પ્રખ્યાત બટેટાવડા ન ખાઈ શક્યા. રાત્રે ભોંયરામાંથી ટ્રેન નીકળે અને તેની વ્હીસલનો પડઘો અને લાઈટ જોવાની મઝા આવી. ઉપરથી વચ્ચેના ગામોના ઝીણા ટમટમતા લાઈટના દીવાઓ જોવાની મઝા આવી જાણે ચાઈનીઝ લાઈટોનું દિવાળી તોરણ. ટ્રેન ઊંચાઈ પર જતી હોય અને ખીણમાં શહેરો હોય. પુના કરજત ઘાટ ઉપર.
અને રેલ્વે કે સ્ટેશનો 5 વર્ષ પહેલાં જોયાં હોય તેનાથી સાવ જુદાં. ખૂબ સ્વચ્છ. કોઈ પેન્ટ્રી કાર સિવાયનો ફેરિયો અંદર ન આવે. કોઈ નિર્ધારિત થી વધુ ભાવ ન લે. ટ્રેનો સમયદાર દોડે. વચ્ચે એક કલાક જેવી લેઈટ થયેલી પણ અમદાવાદ 10 મિનિટ વહેલી આવી પહોચી!! રેલ્વેની ઘણી કાયાપલટ થઈ છે પણ હજુ ઘણું આપણે અને રેલ્વેએ કરવાનું રહે છે.

Gujarati Blog by SUNIL ANJARIA : 111256343
Varsha Shah 5 years ago

આજ મુસાફરીનો આનંદ અમે વખતોવખત અનુભવ્યો છે

Varsha Shah 5 years ago

આજે મૂસાફરી નો આનંદ અમે વખતોવખત અનુભવ્યો છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now