એક ધારી અમુક ભાગ સુધી ચાલતી વાર્તા લખવી અને એમાં પણ વાંચકને ટકાવી રાખવા ખરેખર અઘરું કામ છે અને એમાં પણ આકાશનો સંવેદનશીલ વિષય... ઘણા મિત્રોએ સીધું એમજ કહી દીધું કે આવી મારધાડ વાળી વાર્તા અમે નહિ વાંચીએ. એક તબક્કે અમને થોડી નિરાશા પણ થઈ, તો પણ મનના એક ખૂણામાં એક સંતોષ હતો કે કંઇક અલગ કરી રહ્યા છીએ. અને એજ સંતોષ અમારા માટે પ્રેરણા બનતો.

શેફાલી શાહ

*****

આપણે બારમાં ભાગમાં જોયું કે ટીમ AKASH ખુબજ સફળતા પૂર્વક એક પછી એક આતંકીઓનો સફાયો કરી રહી હતી. પાકિસ્તાનને સરહદથી લઈ પોતાના ઘરમાં ઘેરી લીધું હતું. મુખ્ય આતંકીઓનું શું થાય છે અને ટીમ AKASH કઈ રીતે પરત ફરે છે એ રોમાંચ અનુભવવા વાંચતા રહો આકાશનો અંતિમ ભાગ...

NSA હેડ ક્વાર્ટરમાં ખુશી જ ખુશી છવાઈ ગઈ મિશન AKASH એક્દમ સફળ રહ્યું હતું. Zero Casualty સાથેનું એક એવું સફળ ઓપરેશન જ્યાં ભારતના સાહસિક વીરો, વિરાંગના સાથે A-set ની ટેક્નોલોજીનો સમન્વય કરી નાપાકને એનીજ ભાષામાં જવાબ આપી આતંકનો એવો સફાયો કરવામાં આવ્યો જ્યાંથી એમણે ઊભા થતા વર્ષો વીતી જશે.

એક અઠવાડિયાના વેકેશનમાં આર્યન અને શાયોના એકબીજાની એટલી નજીક આવી ગયા કે ક્યારે તમે પર આવી ગયા એની ખબર જ ના પડી. આર્યનના મનમાં સતત શાયોનાના શબ્દો ઘૂમરાયા કરતા હતા.

આકાશની ટીમે કેવી રીતે મિશન નો અંતિમ પડાવ પાર કર્યો? એ બધા કઈ રીતે ભારત પરત ફર્યા? પાકિસ્તાન અને દુનિયામાં આ ઘટનાઓના શું પ્રત્યાઘાત પડ્યા? અને શયોનાએ એવું તો શું કીધું જે આર્યનના દિલોદિમાગમાંથી ખસતું જ નહતું? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાંચો આકાશ ભાગ ૧૩ ( અંતિમ)

****
પહેલીજ વાર્તા અનંત દિશા સફળ થયા પછી બધાજ વાચક મિત્રો અને સ્નેહીઓની અપેક્ષાઓ હતી કે હું કાંઈક બીજી સ્ટોરી લખું. મારા મગજમાં બે વાર્તાના પ્લોટ હતાજ પણ સમયના અભાવમાં હું એને આખરી ઓપ આપી શક્યો નહીં. અને આ જ અરસામાં પુલવામા હુમલો થયો. મારું મગજ કાંઈજ કામ કરતું નહોતું.

ત્યાંજ મને થયું કે ભલે પેલી બે વાર્તા હું લખી શકતો નથી પરંતુ મારે આ દુખદ ઘટના આધારિત વાર્તા લખી આક્રોશ ઠાલવવો છે.

©Rohit PraJapati

*****

હાય, માતૃભારતી પર આ વાર્તા 'આકાશ - ભાગ - ૧૩ (અંતિમ)' વાંચો
https://www.matrubharti.com/book/19869534/akash-13

-- Rohit Prajapati

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111209472

Gujarati Blog by Shefali : 111211176
Shefali 5 years ago

આભાર ravan

Shefali 5 years ago

આભાર કેતન.. વાંચી??

Shefali 5 years ago

આભાર એસીપી.. તમારા cid ના કોઈ કિસ્સા કહો તો એના ઉપરથી લખી નાખીએ ☺️

Bhavesh 5 years ago

અભિનંદન આપ બન્ને, હવે જલ્દી થી કોઈ નવા વિષય પર લખો એવી ઇચ્છા

Tiya 5 years ago

Chokkas vachishu

Shefali 5 years ago

Ha ha ha Hari...

હરિ... 5 years ago

Bov J mast 6e... Me to total 3 var vachi.. Pn 3 e 3 var alag alag janva malyu.. ?

ધબકાર... 5 years ago

આકાશનો સફર અહીં પુર્ણ થયો... જે મિત્રો અને સ્નેહીઓ એ ના વાંચી હોય એ વાંચી પ્રતિભાવ આપજો... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now