ગઝલ

તારી આંખોના જળમાં છું,
તું જ કહે હું કઈ પળમાં છું?

પૂર્ણ વૃક્ષ છે મંજિલ મારી,
અત્યારે હું કૂંપળમાં છું.

કેમ ન ધ્રુજે આભ આભમાં?
વાદળ છું ને ચળવળમાં છું.

ખુલી શકું નૈ, બંધ ન થાઉં,
કાટ ચડેલી સાંકળમાં છું.

સૂરજ સામે કર્યો મોરચો,
ભલે બળેલા કાગળમાં છું.

– અનિલ ચાવડા

#kavita #shayri #poetry #gujaratikavita #anilchavda #gujarati #sahitya #literature #gazal

Gujarati Poem by Anil Chavda : 111181565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now