આપણું વડોદરા #kavyoysav2

વિશ્વામિત્રી ને કાંઠે સયાજીનગર કરાવે છે મોજ...

સવાર માં ભાખરવડી ને ચેવડા ખવાય છે રોજ..

રંગ છે ઉમંગ છે ને દહાડતો કિર્તી સ્તંભ છે...

મહાદેવ ના સૂર સાગરે શાંતિ નો આરંભ છે..

બજાર જેનું મંગળ છે અને મંદિરમાં જ્યાં ન્યાય છે..

મહાકાળી નું સેવઉસળ ને દુલીરામ ના પેંડા ખવાય છે..

વિશ્વ ફલક પર વખણાય છે જેના MSU નું શિક્ષણ..

કાશીવિશ્વનાથ અને હરણીના હનુમાન કરે છે રક્ષણ..

શહેરની "રોનક" સમા વિખ્યાત કમાટીબાગ છે..

ભાઈ - ભાઈ ની દાબેલી ની બારેમાસ માંગ છે..

સાહિત્ય પૂજક પ્રેમાનંદ નું અનોખું આ ધામ છે...

વટવૃક્ષ જેવા વડોદરા તને સત્ સત્ પ્રણામ છે....

ટહુકો...

United ના ગરબા વડોદરા ની આન બાન શાન રે...

પગ તો મૂકી જુવો બરોડા માં ભૂલી જશો ભાન રે..

Gujarati Poem by ronak maheta : 111169345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now