#કાવ્યોત્સવ2
જે દેખાતા નથી કદી બહાર થી ક્યારેય,
એ જખમ બહુ ઊંડે સુધી ના હોય છે

ભલે ને કહેવાતા પવૅતો પથ્થર દિલ,
એમા થી જ વહેતા મીઠા ઝરના હોય છે

નથી બતાવાતા બધા ને હમેંશા,
બધા આંસુ કયાં ખુશી ના હોય છે

જે નથી રોઇ શકતા જાહેર મા,
એમના જ ઓશિકા કયાક ભીના હોય છે

દેખાતા હોય ભલે કોઇક ઉપર છલ્લા,
મૂળ એમના ઊંડે સુધી ના હોય છે

કહેવાય છે ભીનુ પાણી અને શુષ્ક રેતી,
તો શા માટે રેતી સાથે પટ નદી ના હોય છે

કેટલીય બનાવટો કરી લે કોઈ,
સાચુ બોલી જતા આયના હોય છે

નહી સમજી શકે બધા જ તમને હમેશા,
બધા સમીકરણો કયા સરખી કડી ના હોય છે

કયારેક મને તો કયારેક કમને સાચવવા ય પડે,
બધા જ સંજોગો ક્યા સદઘડી ના હોય છે

તોય અકબંધ છે મારો વિશ્વાસ તારા પર ખુદા,
ખુટવાની અણી આવે ત્યા જ મંદીર- મદીના હોય છે.

- ફાલ્ગુની મૌયૅ દેસાઈ

Gujarati Poem by Falguni Maurya Desai _જીંદગી_ : 111165323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now