મનની ભૂખ

રસ્તો જોઉં છું તો  અવિરતપણે ચાલવાનું મન  થાય છે,


 વૃક્ષ જોઉં  છું તો ઉભું રહી વિચારવાનું મન થાય છે ,

આકાશ જોઉં છું તો સપનાઓ સાથે ઉડવાનું મન થાય છે ,

નદી જોઉં તો લાગણીઓ માં વહેવાનું મન થાય છે ,

પક્ષીઓને જોઉં તો પાંખો પામવાનું મન થાય છે ,

પ્રાણીઓને જોઉં તો એમની સમજદારી કેળવવાનું મન થાય છે,

લવબર્ડ્સ જોઈ પ્રેમ માં પડવા નું મન થાય છે ,
અને રણ માં ઊડતી સમડી ને જોઈ એકલું રહેવા નું મન થાય છે,

ફુલોને જોઉં તો એમની સુગંધ ચોરી કરવાનું મન થાય છે ,
અને તેના કાંટા પાસે એમની એકલતા માં પણ રહેલ હિંમત શીખવા નું મન થાય છે ,





આ મન તો ઘણું કહે છે ઘણું કરવા ઈચ્છે છે ,
પણ આ વ્યસતાભરેલ જિંદગીમાં સમય ક્યાંથી કાઢવો ?
મનની એક ઈચ્છા પૂરી કરી શાંતિ મેળવવાની કોશિશ કરું છું પણ
પણ આ નાદાન મનની ભુખ એવી છે કે એ તો ઘટવાને બદલે હંમેશા વધતી જ રહે છે.

- Megha Gokani ✍️

#kavyostav -2

Gujarati Poem by Megha gokani : 111159383

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now