#Moralstories ....."ડસ્ટબીન"- ----- આજ કાલ લોકો ડસ્ટબીન નો ઉપયોગ કરતા થયા છે.ભારત સ્વચ્છ, સ્વચ્છતા અભિયાન પછી ડસ્ટબીન નો ઉપયોગ થતો જાય છે.સામાન્ય રીતે ડસ્ટબીન માં સુકો કચરો તેમજ ગંદો - ભીનો કચરો વસ્તુઓને મુકવામાં આવે છે, જેથી ઘર તેમજ રસ્તા, શહેર સ્વચ્છ રહે.જોયુ ડસ્ટબીન આપણ ને કેટલું કામ આવે છે.જો ઘર માં ડસ્ટબીન ના હોય તો ? .ઘર કદાચ સાફ રહે,પણ આંગણું,શેરી કે સોસાયટી?. આજકાલ ડસ્ટબીન શબ્દ નો જુદો જ ઉપયોગ કરે છે.મારા એક મિત્ર, તેમના પુત્ર માટે છોકરી જોવા ગયા.બંને એ એકબીજા ને પસંદ કર્યા.પછી છોકરી એ, મારા મિત્ર ના પુત્ર ને પુછ્યુ કે તમારા ઘરમાં કેટલાં ડસ્ટબીન?. છોકરા એ જવાબ આપ્યો કે" બે ડસ્ટબીન છે.એક સુકો કચરા માટે અને બીજું ભીનાં કચરા માટે.કેમ પુછવું પડ્યું?". હવે છોકરી બોલી," સાવ ડબ્બો જ છે.એટલુ ય ખબર નથી?. અરે તારા ઘર માં ૬૦ વર્ષ થી ઉપર ના કેટલા સભ્યો છે?" હવે મારા મિત્ર ને તેમનો પુત્ર ચમક્યો.ને લગ્ન કરવા માટે ની ના પાડી.ને જતા જતાં કહ્યું કે તારા ય ઘર માં મા-બાપ ને વડીલો છે.તેમને પણ ડસ્ટબીન ગણે છે?. હવે આપણા સમાજમાં યુવાનો ની સોચ બદલાઈ રહી છે.જો પસંદગી ની આવી સોચ રહેશે તો ઘરડા ઘરો નવા ખોલવાનો વારો આવશે.ધીરે ધીરે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણ કરતા થયા.અને આપણી સંસ્કૃતિ ને ભુલતા ગયા.હવે યુવાન લોકો ના આવા વિચારો ની ગંદકી કોણ દૂર કરશે? આ માટે આપણે પણ જવાબદાર બનતા ગયા.ઘરની વહુ માટે એક નિયમ અને ઘર ની દિકરી માટે બીજો નિયમ. આવા ભેદભાવ દૂર કરીને સદબુદ્ધિ ને સમજ શુદ્ધિ રાખવામાં આવે તો બધાં ઘરડા ઘરો બંધ થાય.ડસ્ટબીન એ સ્વચ્છતા અભિયાન માટે નું એક સાધન છે.**moral** આપણા સમાજ ના યુવાનો અને વડીલો એ પોતાની સોચ બદલવાની, હકારાત્મક અભિગમ સાથે જીવવાની જરૂર છે. ગલત સોચ અને નકારાત્મક અભિગમ બદલવાની જરૂર છે.

Gujarati Blog by Kaushik Dave : 111136362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now