પ્રકૃતિના પ્રેમને માણવા દે મને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

ના તોડ આ કોમળ કળીઓને સાજણ,
સુંદર સુમન બની ખીલવા દે એને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

ના રોક આ ધસમસતી નદીના વહેણ,
પ્યારા પીયૂ સમા સમુદ્રમાં ભળવા દે એને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

વસંતે ખીલવ્યો છે બાગ રંગબેરંગી પુષ્પોભર્યો,
ઘડી બે ઘડી ભ્રમર બની ગુંજવા દે મને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને

ઝરણાંઓએ સુમધુર સંગીત રેલાવ્યુ છે,
શાંત સરિતાને પણ ખળખળ વહેતી નિરખવા દે મને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

અવનીને મેહુલીયે લીલાછમ ચુંદડી ઓઢાડી છે,
એને સિંચતી કુદરતની ઝારીમાં ભીંજાવા દે મને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

ના પડદા કર આ ઝરૂખાને એ પીયૂ,
ચંદ્રની શીતળ ચાંદનીને આપણા ઘર આંગણે વહેવા દે હવે
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને

મસ્તીમાં ગાંડો ઘેલો થયો છે મુજ બાળ "વત્સ "
શૈશવ છે એનુ જરૂરતથી વધારે પણ ધીંગામસ્તી કરવા દે એને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

~રૂપલ સોલંકી

Gujarati Good Evening by Rupal Solanki : 111115180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now