#AJanand
#AJaishwarya
સુખનું સાથી દુઃખમાં ભાગીદાર રહેતું આંગણું મારું,
સદા હસતું ફરિયાદ કોઈ દિવસ ન કરતું આંગણું મારું.

શિયાળે ઠરતું ઉનાળે ધોમ ધખતાં તાપમાં એ તપતું,
ચોમાસે તરબોળ કાગળની નાવને તરાવતું આંગણું મારું.

સંધ્યા ટાણે ગમાણે ગાવડી આવતી દૂધ દોવાતું,
પાટીએ પાકતું શાક સોડમ ચોતરફ ફેલાવતું આંગણું મારું.

બહેનીની ઝાંઝરીયે ઘૂઘરીનાં ઘમકારે ઘમકતું,
વસમી વિદાય ટાણે ઉદાસ થઈ મનોમન રડતું આંગણું મારું.

નવોઢાના સ્વાગત સમયે ફૂલોથી સજ્જ થઈને રહેતું,
કંકુપગલાં કરાવી છાપ એના હૈયે પડાવતું આંગણું મારું.

મારી મા નો એકલતાનો સહારો એની સહિયર કહેવાતું,
ચાર ચોટલા મળતાં ત્યારે વાતો ચૂપચાપ સાંભળતું આંગણું મારું.

મમતાનો ખોળો મળ્યો પિતાનો સ્નેહ જ્યાં મળતો મને,
મારા દાદા દાદીની સાત પેઢીની થાપણ કહેવાતું આંગણું મારું.

-સચીન સોની.
૨૪-૦૧-૧૯

Gujarati Good Night by Sachin Soni : 111081534

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now