મેં એક સાંભળેલી વાત તમારી સાથે સેર કરવાનું  મેં વિચાર્યું  મારી ભાષા પરની પકડ એટલી સારી નથી કે હું આ વાત ને ન્યાય આપી શકીશ પણ  પ્રયત્ન તો હું કરી જ શકીશ એમ વિચારી લખુ છું.
          ગુજરાતની ભૂમી માં ઘણા સ્ત્રી રતનો થઈ ગયા મહાન પુરુષો થઈ ગયા.. ઘણા ગામડાંઓમાં પાળીયા તમે જોયા હશે અને સતી સ્ત્રીઓની વાત સાંભળી હશે... એક એવું જ એક ગામ  સિધ્ધરાજ જયસિંહ ના પાટણ ની બાજુમાં આવેલું છે... એ ગામ નાનુ અને હાલ રોડ પર આવેલું છે... ગામમાં થોડા પાળીયા છે.. પણ એક પાળીયાનો ઈતિહાસ એક સ્ત્રી ... સતીનો છે...જે ગામમાં ક્યાંક સંતાળી દાટી દેવામાં આવ્યો છે... લોકોની માન્યતા છે કે એ પાળીયાને ખાલી તિલક કરી પૂજવામાં આવે તો ગામ સળગી ઉઠે એટલું સત એમાં છે તેથી વર્ષો પહેલા આ પાળીયો સંતાળી દેવાયો છે...
              ગામડું ગામ અને સંધ્યાનો સમય થાવા આયો હતો.... બધી સ્ત્રીઓ પાણી ભરી પાછી વળી હતી... ઘણી ઢોરઢાખરના કામે વળી હતી...  એમાં એક નાજુક નમણી... દિકરી એ ઘરમાં આજ એકલી હોવાથી  ઘરના સભ્યોની રાહ જોતી કામ કરી વાટ જોતી બેઠી હતી...મોઢાપરનું તેજ અને એમાય જુવાનીમાં પગલી ભરતી આ જુવાનડી ઢેલ જેવી ચંચળ ભલભલાને એને જોતા એની પર માન થાય એવી અને લોક મોહી પડે એવી.... આ જુવાનડી બેઠી હતી... ત્યાં ઘરનું બારણું ખખળ્યું... બેન ઉભી થઈ કમાડ ઉઘાળ્યુંને જોયુ તો બે જુવાન જ્યોત... યૌધ્ધા જેવા જુવાન હતા.... બાપ ની આબરુ વધાર હતી એટલે આજુબાજુના લોકો ગામતરેથી આવતા જતાં રાત વાહો કરવા આવતા... એમ આ બે જુવાન થોડાક દૂર ગામના હતાં એ સંધ્યા સમય થ્યો હોવાથી આઈ રોકાવા આવ્યા... બેન આમ પરોણાને આવકાર ના દે તો એના બાપની ખાનદાની લાજે એટલે બેને બે જુવાન રાજપૂત દિકરાને આવકારો આપી ઘરમાં બેસાડ્યા.. રાતનું વાળુ બનાવવા જેટલું પાણી ભરવા એ મહેમાન ને આરામ કરવાનું કહી ગામની ભાગોળે ગઈ...
         ગામમાં કોઈ ભેદી કે કમ બુધ્ધિ લોકોએ ભેગા થઈ એ રાજપૂત જુવાનોને શંકા કરી ત્યાજ મારી નાખ્યા...થોડા સમય પછી પાણી ભરી એ  બેન પાછી આવી એણે આ બે રાજપૂત પરોણાને મૃત હાલતમાં જોયા એ રણ ચંડી બની પોતાના બાપના ખોરડાની આબરુ મેહમાન ગતી એણે લજવી....અને પરોણા જુવાન રાજપૂત હતા તો શું થયું લોકોએ એમને મારી પોતાનું નામ બગાડ્યું.... એ જુવાનડીએ.... જે તલવારથી એ રાજપૂત મરાયા એજ તલવારથી પોતાના બન્ને સ્તન કાપી સતી થઈ.... ધન્ય છે આવી ગુર્જરની સ્ત્રીઓને જેને મહેમાનોની આબરુ પોતાના ખોરડાની આબરુ માટે સતી થઈ ..... ત્યારે કેવું પડે ધન્ય ધરા ગુજરાત અમારી જ્યાં રતન પાકતા આવા....

Gujarati Story by Ami : 111079340
Sarvaiya Raa 5 years ago

jay Rajputana jay bhavani

Ketan 5 years ago

એટલે એક વિક પછી અમારે માથાની ગોળી સ્ટોક માં રાખવાનીને...હાહાહા

Bhavesh 5 years ago

vahh ગરવી ગુજરાત

Kamlesh 5 years ago

એટલે ખુદમાં જ ખોવાયા છો એમને?..હા હા હા @હું તો હંમેશની જેમ હો...પૂછવાનું જ ના હોય...હા હા હા ...

Ami 5 years ago

rohit bhai ketan , jd bija badha friends ne buv j miss karu 6u ak week pa6i hu roj badhanu mathu dukhadis vato kari kari

Ami 5 years ago

tame kem 6o

Ami 5 years ago

kamlesh bhai mane j nai khabar ?exam 6e ak sathe 2 to thodi taiyari ma 6u

Kamlesh 5 years ago

છો કઇ દુનિયામાં ?

Kamlesh 5 years ago

ઘણી ખમ્મા ...

Naranji Jadeja 5 years ago

સત્ અને સત્યનુ સમનવય

ધબકાર... 5 years ago

ખુબ સરસ...જય શ્રી કૃષ્ણ...કેમ છે તું??

Ketan 5 years ago

વાહહ...અમી ખુબજ સરસ...

Vasani Kalpesh 5 years ago

ખૂબ સરસ પ્રયત્ન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now