#loveyoumummy

મારી પ્રિયે ,
આમ તો મારૂં સઘળું તું જ છે ! એક મીનીટ.. સીધું કહીશ તો મજા નહીં આવે. make it masaledar !
મને સ્કૂલે બેસાડતા પહેલા જ સમાચાર પત્રો વાંચતા આવડતું હતું, કોના કારણે ? પાંચ વર્ષની ઉંમરે પણ ગીતાના શ્લોકો મોઢે બોલુ ત્યારે લોકો આભા બની જતા , કોના કારણે? દરેક ધોરણમાં પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ , કોના કારણે? નાનામાં નાની બાબત હોય કે પહાડો જેવી મોટી મુશ્કેલી અને જટ દઈને ઉપાય શોધી કાઢ્યો હોય આ દરેક નું કારણભૂત માત્ર એક "માં".
તું ક્યારેય "I love you" નથી કહેતી ,ખબર છે કેમ? કારણકે તને પ્રેમ આપવામાંથી ફુરસદ જ નથી મળતી! માત્ર માં નહીં પણ મારા મિત્રો કરતાં વધારે મધમીઠી છે એમ ત્યારે અનુભવ્યું જ્યારે કેટલીયે હિંમત ભેગી કરીને ભૂતકાળના પ્રેમની વાત જણાવ્યા પછી તું ના તો ખીજાઈ કે ના કોઈ ડર બતાવ્યો, કેટલી સહજતાથી હંમેશા મને અને મારી ભૂલોને સ્વિકારી લીધી.
પપ્પાના આટલા કડક વાતાવરણની વચ્ચે પણ અમને દરેક ખુશી ‌આપતી રહે છે.હા ! ક્યારેક તો ખીજાય જતી પણ સાથે અમને ભૂલનો અહેસાસ કરાવે પછી પોતાના સમ આપી વ્હાલથી જમાડે. અમુક અડચણોથી હચમચી જાઉં ત્યારે પણ ભગવાનનો આભાર ‌માનું છું કે સમય ગમે તેવો હોય, માં છે પછી શું ચિંતા હોય!

ભગવાન ખૂબ શોધી આવ્યો ઘરે ,
માં નું સ્મિત ભાળી થ્યુ કેટલો રખડ્યો !

લી.. તારી નખરાળી ઉર્મિ !

Gujarati Blog by Urmi Chauhan : 111042729

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now