#MKGANDHI

પોતાની ભુલને હિમાલય જેવડી જાહેરમાં બતાવીને પ્રાયશ્ચિત કરવાની હિંમત રાખતા. બીજાની ભુલોને નજરઅંદાજ કરી, એના ગુણો તરાશીને વ્યક્તિત્વ નિખારવામાં માહેર હતા. કેટલા બધા મહાનુભાવો એમના હાથ નીચે ઘડાયા હતા!  

શ્રમ કર્યા વગર ખાવું એ પાપ છે એવું કહેતા અને પાળતા પણ ખરા. બાપુ પાયખાના જાતે સાફ કરતા. ઉપદેશ દ્વારા નહિ પણ આચરણ દ્વારા સંદેશ આપવાની પ્રભાવક રીતમાં જ લોકોના પ્રેમને પામી શક્યા. એમણે કહેલું કે મારું જીવનને જ મારો સંદેશ.

મોહન કાંઈ રાતોરાત મહાત્મા નહોતા બની ગયા. પોતાના ચારિત્ર્યના બળે, સત્યના ચશ્માથી અને અહિંસાની લાકડીએ મહાન બન્યા. 

ગાંધીજીને ગાળો દઈ શકાય પણ ઇતિહાસમાંથી એ અમર નામને ક્યારેય નહિ ભુસી શકાય.

Gujarati Whatsapp-Status by Gopal Yadav : 111035357
Gopal Yadav 6 years ago

મહાત્મા વિશે ઢગલો લખી શકવાની શક્યતામાં સો શબ્દોની સ્નેહાંજલિ ઓછી જ પડવાની છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now