#kavyotsav #કાવ્યોત્સવ

વૃંદાવનમાં મને કાન જેવું લાગે છે,
અયોધ્યામાં મને રામ જેવું લાગે છે,

કોઈ જો કહે ધર્મની વાતે લડવાનું,
એ શબ્દોમાં અપમાન જેવું લાગે છે,

આ સંસારમાં રહેવું છે વાસ્તવિકતા,
પણ હવે જાણે મહેમાન જેવું લાગે છે,

એવું ક્યાં છે કે ઈશ્વરને નથી માનતો,
પણ નાસ્તિક હોવું શાન જેવું લાગે છે,

ખુશીઓનો સંસાર જાણે કે સ્વર્ગ છે,
દુઃખનો ઇજારો સમશાન જેવું લાગે છે,

પેલા ઇચ્છાઓમાં બધું ભવિષ્ય હતું,
જાણી આત્મને વર્તમાન જેવું લાગે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’

Gujarati Shayri by Sultan Singh : 111033415

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now