# kavyotsav
તુ અને હું - એક અધૂરી દાસ્તાન

તને મળી ગયો તારો રસ્તો,  મને મળી ગયો મારો રસ્તો .


તને મળી ગયું તારુ આકાશ,  મને મળી ગઇ મારી જમીન.


તને મળી તારી સફળતા, મને મળ્યા મારા અનુભવ નાં ખજાના


ભ્રમ હતો મારો કે ભૂલ હતી,  મેં સમજ્યો તને મારી નસીબી


હતો એ કિસ્મત નો છલાવો. તને ગમે ઉડવુ મને ગમે દોડવુ


તુ બિંદાસપણા નો સાગર, હું કાળજી નો કાંઠો .


તને વહાલા તારા નિયમો, મને વહાલા મારા સિધ્ધાંતો.           

તુ તોફાની વહેતો સમુદ્ર, હું  શાંત વહેતી સરિતા.


તને વહાલી તારી નફરત,   મને વહાલો મારો પ્રેમ.


તને વહાલી જીંદગી તારી, મને વહાલી ગરીમા સંબંધો ની


તુ છે ધગધગતો અગ્નિ, હું  છુ શાંત વહેતુ નીર.


તુ છે તપતો ઉનાળો, હું  છુ ભર ચોમાસુ.


તુ છે લાગણીઓ નો દુકાળ, હું છુ ભાવનાંઓ ની અતિવૃષ્ટિ


 તુ છે ઉગતો સૂરજ, હું  છુ સમી સાંજ

નથી આ સૂરજ સાંજ નો કોઇ ક્ષિતિજ 


તુ તારા આકાશ તરફ અને  હું મારી જમીન તરફ.


              ' તુ અને હું ' જે હંમેશા રહીશુ
                   ' એક અધૂરી દાસ્તાન '
                             



Gujarati Shayri by BANSRI PANDYA ..ANAMIKA.. : 111031597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now