MOJISTAN book and story is written by bharat chaklashiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. MOJISTAN is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મોજીસ્તાન - Novels
by bharat chaklashiya
in
Gujarati Comedy stories
પ્રકરણ 1ટેમુભાઈ...! ટેમુભાઈ નામ વાંચીને કોઈને પણ અચરજ થાય એમ તમને પણ થયું હશે. કહેવાય છે કે એમના જન્મનો ટાઈમ થઈ જવા છતાં એમણે જન્મ લેવામાં ઘણો ટાઈમ લીધેલો એટલે ગામના ગોરે રાશિ જોઈને ટેમુ, ટપુ, ટોડર વગેરે સાવ ન ગમે એવા નામોની યાદી આપેલી.જેમાંથી ટેમુતાતને પ્રથમ નામ ગમેલું. જન્મ્યા પછી ટેમુએ બધી બાબતમાં ટાઈમ લેવા માંડ્યો હતો.જાણે કે ટાઈમ લેવા જ જન્મ્યો હોય એમ એને કોઈ વાતની ઉતાવળ નહોતી. રડવાનું શરૂ કરે તો ક્યાંય સુધી મોં ઉઘાડું રાખે. ટેમુમાતાને એમ થાય કે આને કંઈક ખાવું લાગે છે એમ કરી ખોળામાં લે...ત્યારે ભેંકડાનો પ્રથમ સ્વર કાઢીને એ ટેમુ
પ્રકરણ 1ટેમુભાઈ...! ટેમુભાઈ નામ વાંચીને કોઈને પણ અચરજ થાય એમ તમને પણ થયું હશે. કહેવાય છે કે એમના જન્મનો ટાઈમ થઈ જવા છતાં એમણે જન્મ લેવામાં ઘણો ટાઈમ લીધેલો એટલે ગામના ગોરે ...Read Moreજોઈને ટેમુ, ટપુ, ટોડર વગેરે સાવ ન ગમે એવા નામોની યાદી આપેલી.જેમાંથી ટેમુતાતને પ્રથમ નામ ગમેલું. જન્મ્યા પછી ટેમુએ બધી બાબતમાં ટાઈમ લેવા માંડ્યો હતો.જાણે કે ટાઈમ લેવા જ જન્મ્યો હોય એમ એને કોઈ વાતની ઉતાવળ નહોતી. રડવાનું શરૂ કરે તો ક્યાંય સુધી મોં ઉઘાડું રાખે. ટેમુમાતાને એમ થાય કે આને કંઈક ખાવું લાગે છે એમ કરી ખોળામાં લે...ત્યારે ભેંકડાનો પ્રથમ સ્વર કાઢીને એ ટેમુ
મોજીસ્તાન.(૨)પ્રકરણ-2મીઠાલાલે ચંચાનું છેલ્લું વાક્ય સાંભળી લીધું.મીઠાલાલને ચંચા જેવા લબાડ માણસો દીઠાય ગમતા નહીં.કોઈ દિવસ એમની દુકાનના ઓટલે આવા માણસોને એ ઊભા પણ રહેવા દેતા નહીં અને આ ચંચો પોતાના ટેમુને પૂછી રહ્યો હતો કે 'ટેમુ પોતાની જાતને શું સમજે ...Read More "ઇ જે હમજતો હોય ઈ.. પણ તું સ્હું હમજીને મારી દુકાનનો ઓટલો ચડ્યો સો..? હાલ્ય આમ હાલતીનો થા.." ચંચો મીઠાલાલને આવેલા જોઈ,વાંકો વળીને પથ્થર ઉઠાવતા માણસને જોઈ કૂતરું ચાલતું થઈ જાય એમ દુકાનના ઓટલેથી ઊતરીને ચાલવા માંડ્યો. આ ચંચો વીજળીનું રહસ્ય જાણી ગયો હોય અને એ રહસ્ય જાણે કે વીજળીને પોતાના હુકમની ગુલામડી બનાવવાની ચાવી હોય એમ ખુશ થઈને મરક મરક
મોજીસ્તાન.પ્રકરણ-૩ ટેમુની દુકાને સવાર સવારમાં સરપંચ આંબળછેડા લઈ રહ્યા હતા.એમના દસ રૂપિયા ટેમુના ગલ્લામાં જમા થઈ ગયા હોઈ એમને ખીલે બંધાયેલા ઢોરની માફક ત્યાં ખોડાઈ રહેવું ફરજિયાત હતું. "ચીમ કોઈ નથી...? દુકાનમાં..? મારે તેલ લેવું છે...આજ સવાર સવારમાં તમાર ...Read Moreભજીયા ખાવાનું મન થિયું તે મન કે' જા તેલ લય આય...હી હી હી... તે હું તેલ લેવા આયી સવ.. પણ તમે ચીમ આંય ગમાણે ઢોર ઊભું હોય ઈમ ઊભા સવો...?" ધોળી ડોશીની ધમૂડી બરણી લઈને તેલ લેવા આવી હતી. આ ધમૂડીનો ધણી ઘરજમાઈ થઈને ગામમાં રહેવા આવ્યો હતો.એ બિચારો સાવ સલપાંખડી (શરીરે દુબળો) હતો એટલે લગભગ અડધું ગામ એમ સમજતું કે ધમૂડી
મોજીસ્તાન પ્રકરણ-4 "બટા...ટેમુ...મને ટાઢું પાણી પા...પસી તું આ બયણીનો તોલ કરજે...લે ઝટ મને તરસ લાગી સે." તખુભાએ બરણીનો ધડો કરતા ટેમુને પ્રેમથી કહ્યું. "જોવો તમે બોલ્યા ઈમાં હલી જીયું...તમે ઘડીક બેહોને બાપુ...ઈમ કાંય તમારો જીવ વ્યો ની જાય.'' ટેમુએ ...Read Moreબદલતા કહ્યું."લે ભાઈ જરીક ઉતાવળ કર્ય. મારા વાલા...તમાર જમયને પસ દાડીએ નો જાવું હોય...?" ધમૂડી પણ હવે થાકી હતી."ઈમ નો થાય...તોલ તો થાવો જ જોવે ને...! આ તમારી બયણીનું કોણ જાણે ચેટલું વજન સે...!" ટેમુ વારાફરતી પાણકા બદલતો બદલતો બોલ્યો. તખુભા ટાઢા પાણી માટે અને ધમૂડી પોતાની સલવાયેલી દાડીના બદલામાં તેલ લેવા માટે ટેમુની ટાઢી જાળમાં ફસાયા હતાં. તખુબાપુની
મોજીસ્તાન (5) પાનના ગલ્લે એવો રિવાજ હતો કે સાદી તમાકુને ચૂનામાં રગદોળીને હોઠમાં ભરવી હોય તો એનો કોઈ ચાર્જ રહેતો નહીં. બાબાને આ મફતની તમાકુ બરાબર ફાવી ગઈ હતી. તભાભાભા ગોરપદુ કરતા એટલે એમના ઘરમાં ...Read Moreતાણ નહોતી. ઘેરથી સોપારીના ચૂરાનો મોટો ફાકડો ભરીને બાબો, હબાની દુકાને આવતો અને સાદી તમાકુનો મોટો ચપટો ભરીને મોંમાં ફાકતો. બાબો રોજરોજ આવીને હબાનું દેશી તમાકુનો ડબ્બો ખાલી કરી જવા લાગ્યો. આ મફતિયા ગ્રાહકને છંડવાડવા માટે એણે હવે ડબો મૂકવાનું બંધ કરવા માંડ્યું. બાબો આવીને દુકાનના બારણાને ટેકો દઈને ઉંબરામાં ઉભડક બેઠો. રોજની જગ્યાએ તમાકુનો ડબ્બો હાજર ન હોવાથી બાબો અકળાયો, કારણ કે સોપારીનો ચૂરો