criminal dev - 36 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 36

અપરાધી દેવ-૩૬

સવારે 7 વાગે મિતાલી ના ઘર ની ડોરબેલ વાગી. દેવે દરવાજો ખોલ્યો. રઘુ એ ખબરી(જે મિતાલી ના ઘર પર નજર રાખી રહ્યો હતો) ની માથા પર પિસ્તોલ મૂકી ઉભો હતો. દેવે કીધું કે એને અત્યારે મોઢે પટ્ટી મારી, હાથ અને પગ બાંધી આપણી સાથે લઇ લે. પછી તેઓ કાર મા બેસી થાણે તરફ રવાના થયા. ૮ વાગે તેઓ થાણે પહોંચ્યા. ત્યાં જગુ પટણા થી આવેલા ૨૦ માણસો સાથે દેવ ની રાહ જોતો ઉભો હતો. ૮ વાગ્યા એટલે દેવે પહેલા ખબરી ને કીધું કે ગેંગ લીડર ને ફોન કરીને કહી દે કે પહેલો માણસ બહાર નીકળી ક્યાંક જાય છે. ખબરી ની મોઢા ની પટ્ટી ખોલવામા આવે છે.ખબરી ગેંગ લીડર ને ફોન કરી, દેવે કહ્યા મુજબ કહે છે. ગેંગ લીડર કહે કે મને ખબર છે, તે ક્યાં જાય છે, તું એની ફિકર છોડ,સાંભળ મિતાલી ના પપ્પા સાંજે ૪-૩૦ થી ૫ વચ્ચે ઘર ની બહાર નીકળશે. તારે સતત એમનો પીછો કરવાનો છે.તું પીછો કરતો હો, એ દરમિયાન કોઈ એમને મળે કે કોઈ એમની સાથે હોય, તો તરત તું મને ફોન કરીને જાણ કરજે. જો અત્યાર થી સાંજ દરમિયાન મિતાલી ના પપ્પા ક્યાંક બહાર નીકળે, તો પણ ફોન કરી તું તરત જાણ કરજે. ખબરી નો ફોન સ્પીકર પર હોય છે. દેવ બધું સાંભળી ઈશારા થી ખબરી ને કહી દે છે કે , ok કહી દે. ખબરી ok કહી દે છે , ગેંગલિડર ફોન કટ કરે છે. પછી બધા ચા નાસ્તો કરે છે. પછી તેઓ બધા ઉમરગામ તરફ જવા નીકળે છે.

**********************************************************

મિતાલી ના મમ્મી અને પપ્પા સાથે ચા નાસ્તો કરતા હોય છે. મિતાલી ના મમ્મી ,મિતાલી ના પપ્પા ને પૂછે છે, કે શું લાગે છે? દેવ મિતાલી ને સહી સલામત પાછી લાવી શકશે? દેવ ના પપ્પા કહે, ગઈ કાલ રાત થી એણે જે રીત નું વર્તન કર્યું છે. એ જોતા તો એ લાગે છે, કે એ ચોક્કસ મિતાલી ને પાછી લાવશે. તેણે જે રીતે ઠંડક થી આખી પરિસ્થિતિ સંભાળી, અને પછી એક પછી એક પગલાઓ લીધા, તે પ્રશંસનીય છે. મિતાલી ના મમ્મી કહે, દેવ ની આપરાધિક પૃષ્ઠભૂમિ ને કારણે મિતાલી તેની સાથે જિંદગી વિતાવે, તે મને પસંદ નથી. મિતાલી ના પપ્પા કહે, એ તો અહીં ભણવા આવ્યો હતો, પછી મિતાલી સાથે એની મિત્રતા થઇ. મનન અને નયને જો કાંડ ન કર્યો હોત, તો આ પરિસ્થિતિ જ ન આવી હોત (મિતાલીએ બધી વાત એના પપ્પા ને કરી હતી). ખરા અપરાધી તો મનન અને નયન છે. મિતાલી ના મમ્મી કહે, પણ દેવ નો ભાઈ? મિતાલી ના પપ્પા કહે, એ પોતે તો રાજકારણ મા જવાનો નથી. એની ભાભી ચૂંટણી લડવાની છે, અને દેવે પોતે કસમ ખાધી છે, કે એ ક્યારે ય રાજકારણ મા નહિ જાય. જો કાલ સવારે એની ભાભી ને કંઈ થયું, તો પણ એ રાજકારણ મા નહિ જાય. એ પોતે તો વેપાર પર જ ધ્યાન આપવાનો છે. મિતાલી ના મમ્મી કહે, પણ એનું બાહુબલી સ્વરૂપ!, મિતાલી ના પપ્પા કહે, થોડીક તો એવી જરૂર રહે જ, અત્યાર ની પરિસ્થિતિ જ જો ને. ભગવાન નો આભાર કે દેવ છે. જો ન હોત તો અપહરણકર્તા ની માંગો પુરી કર્યા સિવાય, આપણી પાસે બીજો રસ્તો ન હતો. મિતાલી ના મમ્મી કહે, આ ઘટના પહેલા મને એવું લાગતું હતું કે મિતાલી, દેવ માટેની જીદ છોડી દે, પણ હવે એવું લાગે છે, કે મિતાલી દેવ સાથે વધારે સુરક્ષિત અને સુખી રહેશે.

************************************************************

ઉમરગામ અંદાજે ૧૨ વાગે દેવ નો આખો કાફલો પહોંચે છે. ત્યાં ૧ ગેસ્ટ હાઉસ ની અંદર તેઓ ઉતારો લે છે, ત્યાં પહેલા ખબરી ને ખુરશી સાથે બાંધી, મોઢે પટ્ટી મારી બાથરૂમ મા પુરી દે છે. પછી બધા દેવ ની સૂચના મુજબ સાધુ નો વેશ ધારણ કરી લે છે. પછી દેવ બધા ને આગળ ની યોજના સમજાવે છે.

ક્રમશ: