criminal dev - 35 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 35

અપરાધી દેવ-૩૫

દેવે તરત પટણા ના આઈ.જી ને ફોન કર્યો. અને તે નંબર(જેના પર થી છેલ્લો કોલ મિતાલી ના પપ્પા ને આવેલો) તે નંબર આપ્યો,અને તેનું છેલ્લું લોકેશન trace કરવા કીધું. ફોન પૂરો થયા પછી મિતાલી ના પપ્પા કહે, અપહરણકર્તા એ પોલીસ સાથે વાત કરવાની ના પાડી છે. દેવ કહે, આ તો બિહાર ની પોલીસ, અપહરણકર્તા ના જો કોઈ કોન્ટેક્ટ હશે, તો એ મુંબઈ પોલીસ માં હશે. અને બિહાર ની પોલીસ ને ય આપણે માત્ર નંબર trace કરવાનું કીધું છે. અપહરણ ની વાત નથી કરી. પછી તે રઘુ ને ફોન કરી પૂછે છે , કે મુંબઈ મા કેટલી અપહરણ ગેંગો સક્રિય છે. અને તે ક્યા ક્યા વિસ્તાર મા કામ કરે છે, તેની સઘળી માહિતી માંગી. રઘુ કહે ૧ કલાક મા આપું. ત્યાં દેવ ના મોબાઈલ પર પટના ના આઈ.જી નો ફોન આવે છે, અને દેવે આપેલ નંબર નું છેલ્લું લોકેશન ઉમરગામ છે,તેવી માહિતી આપે છે.

***********************************************************

પ્રકાશ ના ગેંગ લીડર પર તેના મુંબઈ ના ખબરી નો ફોન આવે છે. મુંબઈ નો ખબરી કહે છે કે કોઈ યુવાન સાદા કપડા મા રાત્રે ૯ વાગે મિતાલી ના ઘરે પ્રવેશ્યો છે, તેના જૂતા પર થી તે પોલીસ તો નહોતો લાગતો,કદાચ કોઈ ખાનગી ડીટેકટિવ આવ્યો હશે. પ્રકાશ ના ગેંગલિડરે તરત જ ૧ નવું સીમકાર્ડ કાઢી મિતાલી ના પપ્પા ને ફોન કર્યો. જેવો મિતાલી ના પપ્પા એ ફોન ઉપાડ્યો ,કે તરત જ પ્રકાશ નો ગેંગ લીડર બરાડ્યો, તે ઘર મા ડીટેકટિવ બોલાવ્યો છે? મિતાલી ના પપ્પા કહે,એ તો મારા ભાઈ નો દીકરો કાલે મુંબઈ માં બેંક પ્રોબેશનરી ઓફિસર ની પરીક્ષા, તેણે આપવાની હોવાથી આવ્યો છે. સવારે તે પરીક્ષા કેન્દ્ર પર જશે અને પરીક્ષા દઈ ને બારોબાર બપોરે ૨ વાગ્યા પછી પુના ભેગો થઇ જશે. એને મેં એ જ કીધું છે,જે મિતાલી ની કોલેજ માં કીધું છે,કે મિતાલી એના ફૈબા ના ઘરે ગઈ છે. અત્યારે તે બાજુના રૂમ મા સુઈ ગયો છે. આ બધું દેવે નોટ પર લખીને મિતાલી ના પપ્પા ને બતાવેલું. જેવી દેવ ના પપ્પા ના મોબાઇલ ની રિંગ આટલી રાત્રે વાગી એટલે દેવ સમજી ગયેલો કે અપહરણકર્તાઓને ખબર પડી ગઈ છે, કે હું આ ઘર મા આવ્યો છું. પછી તેણે આખી પરિસ્થિતિ ખુબ સરસ રીતે સંભાળી. પછી તેણે જગુ ને ફોન કરીને સૂચના આપી કે રાત ની ફ્લાઈટ મા ૨૦ માણસો ને મુંબઈ મોકલે, અને મુંબઈ થી ઉમરગામ જતા રસ્તા મા તેની રાહ જોતા તે સવારે ૮ વાગે ઉભા રહે. અને મિતાલી ના ઘર પર જે માણસ નજર રાખી રહ્યો છે, તેને પકડવાનો હુકમ રઘુ ને આપ્યો.મિતાલી ના મમ્મી અને પપ્પા આભારવશ દેવ સામુ જોઈ રહે છે.

*************************************************************

પ્રકાશ ના ગેંગલિડરે તરત ક્રોસ-ચેક કર્યું, તો મિતાલી ના પપ્પા ની વાત સાચી નીકળી. પછી તેણે આયોજન કરવા માંડ્યું કે આવતી કાલે બોરીવલી થી મિતાલી ના પપ્પા ને ક્યાં લઇ જવા. તેણે નક્કી કર્યું કે તેમને ત્યાંથી મુંબઈ સેન્ટ્રલ મોકલી, ગુજરાત ક્વીન માં બેસાડવા, અને ૧ માણસ સતત તેનો પીછો કરે, તેવું આયોજન કરવું. તેમને વલસાડ રેલવે સ્ટેશન પર ઉતારી નજીક ના રેલવે કવાર્ટર્સ મા પોતાના ખાસ માણસ ને ઘરે બોલાવવા, અને ત્યાં પૈસા લઇ મિતાલી ને સોંપી દેવી. એ માટે પોતે પોતાના ૨ માણસો અને મિતાલી સાથે સાંજે ૬ વાગે કાર માં ઉમરગામ થી વલસાડ રવાના થઇ જશે.તેણે પોતાના માણસો ને ફોન કરી જરૂરી સૂચનાઓ આપી,અને એ પોતે કાર ની વ્યવસ્થા મા પડ્યો. તેને ક્યાં ખબર હતી કે નિયતિ એ તેના ભાગ્ય મા શું લખ્યું છે?

ક્રમશ: