અપરાધી દેવ - 34

અપરાધી દેવ-૩૪

 રાત્રે ૮ વાગે  દેવ છત્રપતિ શિવાજી એરપોર્ટ પર ઉતર્યો. તેણે પોતાનો મોબાઈલ સ્વીચ ઓન કર્યો, તો અજાણ્યા નંબર પર થી ૨-૩ મિસ્ડ કોલ જોયા. તેણે એરપોર્ટ પર આજુબાજુ નજર ફેરવી, પણ મિતાલી તેને દેખાણી નહિ. ફોન પર વાત થયા મુજબ તો મિતાલી તેને એરપોર્ટ પર લેવા આવવાની હતી. પછી તેણે અજાણ્યા નંબર પર કોલ કર્યો, તો મિતાલી ના પપ્પા એ ફોન ઉપાડ્યો. દેવે કહ્યું, પ્રણામ, કંઈ કામ હતું, તો મિતાલી ના પપ્પા કહે, હા બેટા, તું ઘરે આવી શકીશ? દેવ કહે મિતાલી ક્યાં? મિતાલી ના પપ્પા કહે તમે ઘરે આવો એટલે કહું. પછી દેવ ફોન મુકે છે. પછી રઘુ અને જગુ ટેક્ષી મા મુંબઈ મા દેવ ના રહેઠાણ ઉપર જાય છે, અને દેવ બીજી ટેક્ષી મા મિતાલી ના ઘરે ઉપડે છે.

************************************************************

મિતાલી ને જયારે ભાન આવે છે, ત્યારે તે પોતાને બંધાયેલી મહેસુસ કરે છે. તેના હાથ અને પગ બંધાયેલા હોય છે. તે પોતાને ૧ ખુરશી પર બેઠેલી મહેસુસ કરે છે. તેના મોઢા પર પટ્ટી બાંધેલ હોય છે. તે ચારે બાજુ નજર ફેરવે છે. તે એક પતરા ના શેડ મા હોય છે. ખૂણા મા એક ટેબલ ફેન હોય છે. તે નજર ફેરવતી હોય છે, ત્યારે પ્રકાશ ની ગેંગ નો લીડર ત્યાં આવે છે, અને મિતાલી ને કહે છે કે,બહેન કંઈ તકલીફ તો નથી, અમને માત્ર પૈસા ની જરૂર છે, એ માટે અમે તમારું અપહરણ કર્યું છે. અમે માત્ર ૪૦ કરોડ રૂપિયા તારા પપ્પા પાસે માંગ્યા છે. એક વખત એ રૂપિયા મળી જશે એટલે અમે તને છોડી દેશું. તને બીજું કોઈ નુકસાન પહોંચાડવાનો ઈરાદો નથી. તેમની સાથે ૧ આધેડ વય ના મહિલા છે. પ્રકાશ ના ગેંગ લીડરે કહ્યું કે, આ બેન અહીં સામે બેસશે. તારે કંઈ જરૂર હોય તો એમને કહેજે. પછી મિતાલી ના મોઢા પર ની પટ્ટી ખોલવામાં આવે છે. મિતાલી તરત પૂછે છે, કે એને અહીં ક્યાં સુધી રાખવામા આવશે? તો પ્રકાશ નો ગેંગલિડર તરત જવાબ આપે છે કે, એનો આધાર તારા પપ્પા પૈસા કેટલા જલ્દી આપશે, તેના પર છે. મિતાલી કહે છે, કે પપ્પા પૈસા ન આપે તો? પ્રકાશ નો ગેંગ લીડર જવાબ આપે છે, કે તો પછી અમે તારું ૧-૧ અંગ કાપી ને ત્યાં સુધી તારા પપ્પા ને મોકલતા રહીશું, જ્યાં સુધી તે અમને અમારા પૈસા નહિ આપે. પછી ગેંગ લીડર પેલી મહિલા ને કહે છે, કે મિતાલી ને પાણી પાવ. મિતાલી ને સહસા દેવ ની યાદ આવી જાય છે. 

**********************************************************

દેવ મિતાલી ના ઘરે પહોંચે છે.  મિતાલી ના મમ્મી ઘર નું બારણું ખોલે છે. તેમનો ચહેરો સહેજ ઝાંખો હોય છે, દેવ પૂછે છે? મિતાલી ઘરે નથી? મિતાલી ની મમ્મી કહે છે, કે  પહેલા તું અંદર આવ. દેવ અંદર આવે છે. દેવ ને દીવાનખંડ મા ઝાંખો પ્રકાશ દેખાય છે. મિતાલી ના પપ્પા નિસ્તેજ ચહેરે સોફા પર બેઠા હોય છે. તે દેવ ને  બેસવાનો ઈશારો કરે છે. દેવ બેસીને પૂછે છે, શું થયું? મિતાલી ક્યાં છે? મિતાલી ના પપ્પા દેવ ને સઘળી વાત કરે છે.એ પણ કહે છે કે સાંજે અપહરણકર્તા નો ફોન આવ્યો હતો અને કાલ સાંજે ૫ વાગે મારે બોરીવલી સ્ટેશન પર પૈસા લઇ ને પહોંચવાનું છે, ત્યાં મારી પર ફોન  આવશે, કે આગળ મારે ક્યાં જવાનું છૅ. દેવ કહે તમને કયા નંબર પર થી ફોન આવેલો, મિતાલી ના પપ્પા કહે કોઈ ફાયદો નહિ, તે નંબર પર ફોન નહિ લાગે. દેવ કહે મને ખબર છૅ,એ સીમકાર્ડ તોડી નાખવામા આવ્યુ હશે.પણ હું એ નંબર નું છેલ્લું લોકેશન  જાણી શકીશ, અને કાલ સાંજે ૪ વાગ્યા પહેલા હું મિતાલી ને ઘર પર હાજર કરીશ. મિતાલી ના પપ્પા એ દેવ ને એ નંબર આપ્યો.

ક્રમશ: