criminal dev - 32 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 32

ભાગ-32
પ્રકાશ ના ગેંગ લીડરે નક્કી કર્યું કે મિતાલીને તેના ઘર બહાર થી જ ઉઠાવવી. કોલેજ બહાર ના રસ્તા ઉપર ખુબ ટ્રાફિક હોય છે. તેથી પાન ના ગલ્લા આગળ ૧ કે ૨ જ માણસો હોય છે. ત્યાંથી ઝાઝી હો હા ન થાય. તેણે તરત પોતાના માણસો ને હુકમ આપ્યો કે ૨૦ સિમ કાર્ડ નકલી નામે ખરીદે, ૧ મારુતિ વાન તૈયાર કરે, ક્લોરોફોર્મ ની ૧ બોટલ અને દોરડું, ખુરશી તૈયાર કરે. તેણે એ પણ નક્કી કર્યું કે મિતાલી ને કિડનેપ કર્યા પછી,ઉમરગામ ખાતે લઇ જવી. તેમણે એ પણ નક્કી કર્યું કે આજથી ૩ જા કે ૪ થા દિવસે મિતાલી નું અપહરણ કરવું. ગેંગ લીડરે પોતાના ૧ માણસ ને એ પણ કામ સોંપ્યું કે, મિતાલી ના પપ્પા, અને મમ્મી ના મોંબાઇલ ફોન નંબરો, ઓફિસ ના અને ઘર ના લેન્ડલાઈન નંબરો, ગોતી કાઢો. પછી સહુ પોતપોતાના કામે લાગ્યા.
*************************************************************
જમ્યા પછી રઘુ ,દેવ અને જગુ,રિતેશ આગળ ગયા. તેના મોઢા ની પટ્ટી ખોલી. રિતેશ નું ઘેન ત્યારે ઉતરી ગયું હતું. દેવે સીધું પૂછ્યું કે મારા ભાઈ ની હત્યા કરવાનું કામ તને કોણે સોંપેલું? તો રિતેશે જવાબ આપ્યો કે, હું એ કહી દઉં તો તું મને છોડી દઈશ? દેવ કહે ચોક્કસ. તો રિતેશ કહે, આ કામ મને પવને સોંપેલું. તો દેવ પૂછે?. નયન અને મનન ના પપ્પાઓ નો આમા હાથ હતો? તો રિતેશ ના પાડે છે અને મને આ કામ પવને સોંપેલું. પછી રિતેશ કહે છે કે મને છોડી દે , હું તને વધારાના ૩૦ લાખ રૂપિયા પણ આપીશ. પણ દેવ કંઈ સાંભળતો નથી,અને રિતેશ ને કપાળ પર અને છાતી મા ગોળીઓ મારી દે છે. રિતેશ નું પ્રાણપંખેરું ઉડી જાય છે. પછી રઘુ અને જગુ રિતેશ ના શરીર પર થી બધા કપડાં કાઢી નાખે છે, અને રિતેશ ના ચેહરા પર એસિડ નાખી તેને બાળી નાખે છે. પછી ખુરશી ના કટકા કરી,કટકાઓ,અને દોરડું અને રિતેશ ના બધા કપડાં ૧ બીજી બેગ મા પેક કરે છે. પછી રઘુ રિતેશ ના રૂમ મા જાય છે અને ત્યાં ફિનાઈલ ના પોતા કરી ચારે બાજુ ખુબ સ્પ્રે છાંટે છે. પછી રૂમ બંધ કરે છે. પછી રઘુ પોતાના રૂમ મા આવે છે. પછી ત્રણે જણા તૈયાર થઇ પોતાનો સામાન લઇ દરવાજા આગળ ઉભા રહી જાય છે.પછી જગુ આખા રૂમ અને બાથરૂમ મા ફિનાઈલ ના પોતા કરી આખા રૂમ અને બાથરૂમ મા ખુબ સ્પ્રે છાંટી દે છે. પછી ત્રણે જણ પોતાના તમામ સામાન અને પહેલી વધારા ની ૨ બેગો સાથે રૂમ બંધ કરી, ચેકઆઉટ માટે જાય છે. તેઓ ૧ સેલ્ફ-ડ્રાઈવ કાર ભાડે લઇ શહેર થી ૧૮ કિલોમીટર દૂર સાઉથ-ઈસ્ટ ના જંગલો મા જાય છે. ત્યાં રિતેશ ના બધા કપડા,ફોન,પાકીટ,દોરડું,ખુરશી બધું બાળી દે છે અને ૧ ખાડો ખોદી રિતેશ ની લાશ દાટી દે છે. પછી તેઓ ૪ કલાક નું ડ્રાઇવિંગ કરીને પેનાંગ પહોંચે છે. ત્યાં ૧ હોટેલ મા ૨ દિવસ માટે રૂમ બુક કરાવે છે.પછી તે ઈન્ટરનેટ પર થી ૨ દિવસ પછી ની દિલ્હી ની ૩ ટિકિટ ઈ-ડ્રીમ્સ એરલાઈન્સ મા બુક કરાવે છે. પછી દેવ રઘુ અને જગુ ને કહે છે કે ૨ દિવસ થાય એટલા જલસા કરો, અહીં એ બધી જ સુવિધાઓ છે, જે Kuala Lumpur મા છે.
***********************************************************
પ્રકાશ ના ગેંગ લીડરે આદેશ દીધા મુજબ તેના બધા માણસો કામે લાગે છે, અને મિતાલી અને તેના મમી-પપ્પા વિશેની તમામ માહિતીઓ એકઠી કરાય છે. અને ૨ દિવસ પછી સવારે મિતાલી નું અપહરણ કરવાનું નક્કી કરવામાં આવે છે. મિતાલી ને શું ખાવામાં ગમે છે, તે કયા અખબાર અને મેગેઝીનો વાંચે છે. તે ટીવી પર કઈ સિરિયલો જોવે છે,તે તમામ માહિતી એકઠી કરવામા આવે છે. પ્રકાશ ના ગેંગ લીડર ને ખબર હતી, કે અપહરણ કર્યા પછી વાટાઘાટો લાંબી ચાલશે. તેવી પરિસ્થિતિ મા જે પાત્ર નું અપહરણ કર્યું હોય, તેને શક્ય એટલી સુવિધા આપીએ તો એ વ્યક્તિ નિયંત્રણ મા રહે. આ જ સમયે દેવે મિતાલી ને ફોન કર્યો, તે સાંજ ના સમયે ઘર ના બગીચા મા આંટા મારતી હોય છે.
ક્રમશ: