criminal dev - 28 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 28

ભાગ-૨૮

દેવ તેના સાથીઓ સાથે સવારે ૪ વાગે મુંબઈ પહોંચ્યો. પછી તેઓ એ જ મકાન મા ગયા જે મકાન મા ભાનુપ્રતાપ રોકાતો. લગભગ એ જ સમયે રિતેશ વેશ બદલી ને મલેશિયા જતી ફ્લાઈટ મા બેસી ગયો હતો. પછી બધાએ થોડો આરામ કર્યો. સવારે દેવે ૮ વાગે રઘુ ને ફોન કર્યો. તે ૯ વાગે મળવા આવ્યો. દેવે રઘુ ને કહ્યું કે રિતેશ નો પતો મેળવે. તે માટે તેણે જગુ ને રઘુ સાથે દગડી ચાલ મા મોકલ્યો.પોતે ઇન્સ્પેક્ટર મરાઠે ને મળવા ઉપડ્યો. તે જયારે મરાઠે ની કેબીન મા પહોંચ્યો, ત્યારે ૧૦ વાગ્યા હતા. મરાઠે ઉભો થઇ ને દેવ ને ભેટી પડ્યો, કારણકે જે કામ મુંબઈ પોલીસ આટલા વર્ષોથી નહોતી કરી શકી, તે દેવે ચપટી વગાડતા પતાવી દીધું હતું. પણ તે દેવ ને ચેતવે છે, કે પવન ના સાથીદારો તેનો બદલો લેવા પૂરો પ્રયત્ન કરશે. દેવ કહે એટલે જ હું તમારી પાસે આવ્યો છે. તમે મને પવન ની ગેંગ ના બધા સભ્યો ના શૂટર ના ફોટા, નામ અને એડ્રેસ મેળવી આપો તો મુંબઈ ની અંધારી આલમ માં થી ઓછામાં ઓછી આ પવન ગવળી ની 1 ગેંગ નો તે સફાયો કરી શકશે. મરાઠે ને આ સાંભળી થોડો આનંદ થયો કે ચાલો આ એક માણસ છે, જે મુંબઈ ની ગંદકી સાફ કરશે, તેણે વાયદો આપ્યો કે આજ સાંજ સુધીમાં દેવ ને તે તમામ માહિતી પહોંચાડી દેશે.

********************************************************************************

આ બાજુ રઘુ અને જગુ દગડી ચાલ ના નાકે પહોંચ્યા ત્યારે રઘુ એ જગુ ને એકલા અંદર જવા સમજાવ્યું. એ પણ કહ્યું કે પોતે ભાનુપ્રતાપ સાથે ૧ વાર ભૂતકાળ મા અહીં આવેલો હતો. ચાલ ના મોટાભાગ ના માણસો તેને ઓળખે છે. અને બહુ વિશ્વાસભરી નજરે જોતા નથી. જગુ ને તેણે શાંતિ થી સમજાવ્યું કે એકલા જઈને રિતેશ ની પૂછપરછ કરે, અને એમ કહે કે એને ૧ વ્યક્તિ ની સોપારી આપવી છે,એટલે, રિતેશ ને મળવું છે. જગુ અંદર ગયો અને ૩૦ મિનિટ પછી ધોયેલા મૂળા ની જેમ બહાર આવ્યો. કોઈએ તેને રિતેશ વિષે કંઈ માહિતી આપી નહિ, ઉલ્ટા બધા એને એમ કહેવા મંડયા, કે મને સોપારી આપો, મને સોપારી આપો. સાલું અંધારી આલમ મા પણ આજકાલ ખુબ બેરોજગારી છે. રઘુ માથું ખજવાળતો સાંભળી રહ્યો. ત્યાં એણે પોતાના જુના મિત્ર ને ચાલ ની બહાર આવતો જોયો, રઘુ એ તેને સિસોટી મારી બોલાવ્યો, અને પાસેના ૧ વડ પાછળ આવવા કહ્યું, જેથી કોઈ તેમને જુએ નહિ. રઘુ અને જગુ વડ પાછળ ગયા, થોડી વાર રહી ને રઘુ નો જૂનો મિત્ર વડ પાછળ આવ્યો. રઘુ એ તેને પૂછ્યું કે રિતેશ ક્યાં છે, પેલાએ શંકાભરી નજરે પૂછ્યું કે તારે શું કામ છે, તો રઘુ એ વાર્તા બનાવી કે ભાનુપ્રતાપ તો હવે મરી ગયો છે. તો હવે કોઈ એનો બેલી નથી, તો રિતેશ સાથે વાત કરી તે ગવળી ગેંગ મા સામેલ થવા માંગે છે. ત્યારે પેલો કહે છે કે રિતેશ તો મલેશિયા ગયો છે. ત્યાં તે Kuala Lumpur મા કોઈ જગ્યા એ રોકાયેલો છે. રઘુ પૂછે છે કે એનો કોઈ ફોન નંબર કે એડ્રેસ? પેલો માણસ કહે કે ના એવું કંઈ તો નથી, પણ ૧૫ દિવસ કે મહિના પછી તે આવી જશે.પછી તું મળી લેજે.

********************************************************************************

Kuala Lumpur પહોચી ને રિતેશે બધો makeup ઉતારી નાખ્યો હતો. તે ઘણા વર્ષો સુધી જેલ મા રહ્યો હતો, તેણે મોઢું ધોયું અને અરીસા મા જોતો ઉભો રહ્યો. તેની ઉમર આશરે ૪૦ વર્ષ આસપાસ છે.ચહેરા પર થોડી કુમાશ હજી બાકી રહી ગયી છે. વાળ મા ક્યાંક એક ધોળી લટ દેખાય છે. પોતે ઘણા વર્ષો થી સ્ત્રી સંગ માણ્યો ન હતો. તેને જિંદગી જીવવાની ઈચ્છા થઇ. તે નાહી ધોઈ તૈયાર થયો અને સાંજે ૧ નાઈટ ક્લબ માં પહોંચ્યો. બરાબર એ જ સમયે ભારત મા દેવ ના મોબાઈલ પર મરાઠે એ મોકલેલું લિસ્ટ આવી ગયું. તેમાં ગવળી ગેંગ ના ૩૫ સભ્યો ના નામ અને ફોટા હતા. તેમાંથી કેટલાક રેકી કરતા. કેટલાક હપતો ઉઘરાવતા, અને કેટલાક શાર્પ શૂટર હતા. દેવ સાથે ત્યારે રઘુ અને જગુ ચર્ચા કરી રહ્યા હતા. બીજા પણ કેટલાક સાથીઓ હતા. રઘુ એ માહિતી આપી કે રિતેશ તો મલેશિયા માં છે. દેવે કહ્યું, એ બરાબર પણ ગવળી ગેંગ ના ૩૫ સભ્યો ને મારી નાખીએ. રઘુ એ કહ્યું કે એમ નો કરાય. દેવ,જગું અને બીજા સભ્યો આશ્રર્ય ભરી નજરે રઘુ સામે તાકી રહ્યા.

ક્રમશ:

**************************************************************

પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.