criminal dev - 26 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 26

અપરાધી દેવ-૨૬

દેવ આ સાંભળીને થોડો આશ્ચર્ય પામે છે, કે ભાનુપ્રતાપ ની હત્યા નો બદલો તેણે લેવાનો છે. સુહેલદેવી આગળ કહે છે,કે હવે તે ભાનુપ્રતાપ ની જગ્યા લઇ લે તો સારું, કારણકે પૂર્વ ચંપારણ માં તેનું જે સામ્રાજ્ય છે, તે હવે દેવે સંભાળવું જોઈએ. ટૂંક સમય મા હવે પેટાચૂંટણી યોજાશે. રમાદેવી પેટાચૂંટણી માં ઉભા રહેશે. તારે ભાનુપ્રતાપ નો ધંધો સંભાળી લેવાનો, અને ભાભી ને મદદ કરવાની. આમ તો ભાનુપ્રતાપે આ વિસ્તાર માટે ખાસ્સું કામ કર્યું છે. એટલે સહાનુભૂતિ ની લહેર રમાદેવી ને જીતાડશે પણ એના પ્રચાર નું કામ તારે સંભાળવાનું. એ બાઈ માણસ છે, બધી જગ્યાએ એ ન પહોંચી શકે. દેવ કહે છે કે પણ મારુ ભણવાનું? તો સુહેલદેવી કહે છે કે, એક વખત રમાદેવી પેટા ચૂંટણી જીતી જાય, પછી આરામથી તું તારું બાકી ભણવાનું પૂરું કરજે, પણ અત્યારે તાતી જરૂર ભાનુપ્રતાપ નો ધંધો સંભાળવાની છે. હવે કાલ થી ભાનુપ્રતાપ ની ઓફિસ મા જઈને તું બેસજે. દેવ કહે છે કે એને કંઈ અનુભવ નથી. તો સુહેલદેવી કહે છે કે સમય બધું શીખવાડી દેશે.દેવ રૂમ મા જઈને ભાનુપ્રતાપ નો ચેહરો યાદ કરે છે. તેનો પ્રેમભર્યો ચહેરો યાદ આવતા તે વિષાદમય બને છે.

*************************************************************બીજે દિવસે સવારે તે તૈયાર થઇ ને ઓફિસે પહોંચે છે. તો ત્યાં મોલ નો મેનેજર, સુપરમાર્કેટ નો મેનેજર, થિયેટર નો મેનેજર, કપડા મિલ નો મેનેજર,એની રાહ જોતા હતા. સુહેલદેવી ની સૂચના મુજબ બધાએ દેવ નું યથોચિત સ્વાગત કર્યું. અને દેવ ને બધાએ વારાફરતી પોતાના ધંધા ની જાણકારી આપી. આ બધામાં બપોરનો ૧ વાગ્યો, અને તેના માટે ઘરે થી શંભુ ટિફિન લઈને આવ્યો. દેવ ને મિતાલી યાદ આવી. મિતાલીને ફોન કરીને તેણે જણાવી દીધું કે તેણે હવે ભાઈ નો ધંધો સંભાળવો પડશે, તેણે હમણાં આગળ ભણવાનું માંડી વાળવું પડશે. મિતાલી સહેજ દુઃખી થઇ ને પૂછે છે કે હવે ક્યારે મળી શકાશે? તો દેવ જવાબ આપે છે કે તેને સમય મળે એટલે તરત તે મુંબઈ આવશે, તે મિતાલી સાથે ફોન થી ટચ મા રહેશે. દેવ જમીને બપોરે ૨ વાગે તે ફાઈલો જોતો બેઠો હતો, ત્યારે જગુ નું આગમન થાય છે. જગુ ગુંડા ગેંગ નો સભ્ય છે. બલ્કે નેતા છે. તેણે સુહેલદેવી ની સૂચના મુજબ દેવ ને રિપોર્ટ આપ્યો કે ભાનુપ્રતાપ નો હત્યારો સ્ટેશન આગળ કોઈ હોટેલ મા રોકાયેલ, અને તેણે એક બાઈક ખરીદેલ, બાઈક નો નંબર પણ તેણે બદલેલ. તે કાયમ બહાર નીકળતો, ત્યારે મોઢા પર એક રૂમાલ વીંટી રાખતો, અને બાઈક પર સવારી કરતો ત્યારે કાયમ હેલ્મેટ પહેરતો, તેથી તેનો ચહેરો કોઈએ જોયો નથી. દેવ વિચાર કરે છે. તેને મરાઠે યાદ આવે છે. તે મરાઠે ને ફોન કરે છે અને પૂછે છે કે, ભાનુપ્રતાપ ની હત્યા મા કોનો હાથ હોઈ શકે? મરાઠે જવાબ આપે છે કે તેને શક છે કે આ કામ પવન ગવળી ના ભાઈ રિતેશ ગવળી નું હોઈ શકે. તે આર્થર રોડ જેલ મા બંધ હતો અને અમુક દિવસ પહેલા જ છૂટ્યો છે. મુંબઈ ની અંધારી આલમ બહુ ખતરનાક હોય છે. પછી દેવ તરત રઘુ ને ફોન કરે છે, જે મુંબઈ મા હોય છે. તે તેને કહે છે કે આર્થર રોડ જેલ મા જઈ રિતેશ ગવળી વિષે શક્ય એટલી માહિતી ભેગી કરે.

*************************************************************

સાંજે દેવ ઘરે જઈને સુહેલદેવી ને બધી માહિતી આપે છે. સુહેલદેવી કહે છે, કે મને પણ આ કામ રિતેશ નું હોય તે શક્યતા વધારે લાગે છે, કારણકે તે પવન નો સગો ભાઈ છે. ત્યાં જ દેવ ના મોબાઈલ પર રિતેશ નો ફોટો અને બીજી વિગતો આવે છે. સુહેલદેવી દેવ ને સલાહ આપે છે, કે કાલે પટણા જઈ પવન ને મળી રિતેશ વિષે શક્ય એટલી માહિતી એકઠી કરે. રિતેશ વિષે ની સઘળી માહિતી તે જગું ને પણ આપે, જેથી તે પણ પોતાના માણસો અને બીજા sources ને કામે લગાડી રિતેશ નો પત્તો મેળવે. અને તે પટણા ના પોલીસ કમિશનર ને પણ ફોન કરી શકમંદ તરીકે રિતેશ નું નામ આપે,તેની માહિતી મોકલે અને તેની વિરુદ્ધ સર્ચ વોરંટ કઢાવે. તેને વિનંતી કરે કે તમામ રેલવે સ્ટેશન, તમામ બસ સ્ટેશન અને એરપોર્ટ તથા બંદરો પર માહિતી મોકલી તેની સઘન તપાસ કરાવડાવે અને તેને દેશ ન છોડવા દે દેવ સુહેલદેવી ના કહ્યા મુજબ બધી માહિતી જગુ ને આપે છે, અને પછી પટણા ના પોલીસ કમિશનર ને ફોન કરી તમામ સૂચનાઓ આપે છે,તથા રિતેશ ની સઘળી માહિતી તેને મોકલે છે. પછી તે પટણા જવાની તૈયારી કરે છે.

ક્રમશ:

***********************************************************

પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.