criminal dev - 23 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 23

વાચક મિત્રો વચ્ચે થોડો બ્રેક પડ્યો, તે બદલ ક્ષમાપ્રાર્થી છું, હવે હું પ્રયત્ન કરીશ, કે રેગ્યુલર મારા લખેલા પ્રકરણો તમને મળે.

ભાગ-૨૩

દેવ જયારે મુંબઈ પાછા જવાની તૈયારી કરતો હોય છે ત્યારે મુંબઈ ની આર્થર રોડ જેલ મા પવન ગવળી નો ભાઈ રિતેશ ગવળી છૂટવાની તૈયારી કરતો હોય છે. રિતેશ જેલ મા ૧૪ વર્ષ ની સજા કાપીને બહાર નીકળતો હોય છે. રિતેશ જેલમાં થી છૂટીને દગડી ચાલ માં જાય છે. ત્યાં તેને પવન ગવળી ના અમુક સાથીદારો મળે છે, જે પેલા ૪૦ જણ સિવાય ના હોય છે. તે રિતેશ ને હાલ મા બનેલી તમામ ઘટનાઓ નો અહેવાલ આપે છે. રિતેશ આ બધી ઘટનાઓ જાણી ખુબ વ્યથિત બને છે અને તરત પટના જવા નીકળે છે.

************************************************************************************

મુંબઈ એરપોર્ટ પર મિતાલી દેવ નું ભાવભીનું સ્વાગત કરે છે. દેવ પહેલા મિતાલી ના ઘરે જાય છે, તેની સાથે તેના ૨ બોડીગાર્ડ પણ હોય છે. મિતાલી ના ઘર મા દેવ નું સ્વાગત થાય છે. મિતાલી ના મમ્મી દેવ નું અદકેરું સ્વાગત કરે છે. ઘર ના સભ્યો ના હાલચાલ પૂછે છે. પછી દેવ નાહી ધોઈ ને ડાઇનિંગ ટેબલ પર બેસે છે. ત્યારે મિતાલી ની મમ્મી દેવ ને સીધું પૂછી લે છે કે, કાલ સવારે કંઈ પણ થાય, તે અપરાધ નો રસ્તો નહિ લે. દેવ તેને ખાતરી આપે છે કે કોઈપણ સંજોગો મા તે અપરાધ નો રસ્તો નહિ લે, અને ભણ્યા પછી તે ઉધોગપતિ બનવા માંગે છે અને મિતાલી ને કાયમ ખુશ રાખશે. જમ્યા પછી ૨ "મળેલા જીવ" ઘર ની લોન માં જાય છે અને વાતોએ વળગે છે.

****************************************************

સાંજે ૪ વાગે રિતેશ પટના એરપોર્ટ પર ઉતરે છે, અને પવન ને મળવા જેલ માં પહોંચે છે. પવને રિતેશ ને જેલ માં પણ ખુબ સુવિધાઓ આપી હોય છે. તેથી રિતેશ પવન નો અહેસાનમંદ હોય છે. પવન તેને સર્વે હકીકતો થી વાકેફ કરે છે.અને પોતાની હાલ ની પરિસ્થિતિ ની પણ જાણકારી આપે છે. તે રિતેશ ને કહે છે કે કોઈપણ ભોગે તેને બદલો લેવો છે. ભાનુપ્રતાપ કે જે પૂર્વ ચંપારણ જિલ્લાનો ધારાસભ્ય છે. અને હાલ ની સરકાર મા મંત્રી પણ છે, તેનું મોત થવું જોઈએ. રિતેશ પવન ને ખાતરી આપે છે કે, તે કામ પૂરું પાડશે. તે અમુક હથિયારો ની વ્યવસ્થા કરે છે, જેમાં ૧ handgun અને ૧ AK -૪૭ હોય છે, તથા ઘણી બધી ગોળીઓ હોય છે.

****************************************************

સાંજે ૬ વાગે દેવ પોતાના ૨ બોડીગાર્ડ સાથે પોતાના ફ્લેટ પર જાય છે, જે ઘાટકોપર ઇસ્ટ મા કોલેજ નજીક હોય છે. ભાનુપ્રતાપે દેવ માટે હાલ માં જ તે ફ્લેટ ખરીદ કર્યો હોય છે. તે ઉધોગપતિ બનવાના વિચારો કરતો હોય છે. પણ તે એ વાસ્તવકિતા થી બેખબર હોય છે કે 1 ઉદ્યોગપતિએ ઘણાબધા સમાધાનો કરવા પડતા હોય છે. તેણે ટેક્સ ની ચોરી કરવી પડતી હોય છે, તેણે રાજકારણીઓ ને લાખો રૂપિયા આપવા પડતા હોય છે. એક સામાન્ય માણસ પોતાનું પેટ ભરવા બ્રેડ ની ચોરી કરે તો જેલ માં જાય છે, અને ઉધોગપતિઓ લાખો રૂપિયા ની ટેક્સ ચોરી કરે છે, પણ સમાજ મા બહુ માનવંતુ સ્થાન ભોગવે છે. આ બહુ વિચિત્ર વિરોધાભાસ છે. દેવ જયારે રાત્રે ૮ વાગે ડિનર માટે બેસે છે, ત્યારે મનન અને નયન, માયા સાથે તેના ફ્લેટ પર આવે છે, મિતાલીએ તેમને દેવ નું એડ્રેસ આપ્યું હોય છે. પહેલા તો મનન અને નયન દેવ ની માફી માંગે છે, અને પોતાના પપ્પાઓ ને પટના ની જેલ માંથી છોડાવવા માટે યાચના કરે છે. દેવ કહે છે કે એણે એના મોટા ભાઈ ને આ માટે વાત તો કરી છે, પણ મામલો હવે કોર્ટ મા હોવાથી જજ પર જ બધું નિર્ભર છે. નયન કંઈક બોલવા જાય છે પરંતુ દેવ ના બોડીગાર્ડનો ચેહરો જોઈ વધુ કંઈ બોલવાનું માંડી વાળે છે. પછી બધા છુટા પડે છે.

****************************************************

રાત્રે ૧૧ વાગે રિતેશ પૂર્વ ચંપારણ પહોંચે છે, અને રેલવે સ્ટેશન આગળ ની એક સસ્તી હોટેલ માં રૂમ મા રોકાય છે. બીજે દિવસે સવારે તે તપાસ કરે છે, તો ચારેબાજુ તેને ભાનુપ્રતાપ ના નામ ની અસર જોવા મળે છે. તેના નામે સ્કૂલ હોય છે, તેના નામે હોસ્પિટલ હોય છે, તેના નામે એક સુપરમાર્કેટ પણ હોય છે. તે મુખ્ય રોડ પર ઉભો હોય છે, તો ત્યાં થી 3 કાર પસાર થતી હોય છે. વચ્ચે ની કાર મા ભાનુપ્રતાપ બેઠા હોય છે, જેની ઉપર લાલ light હોય છે, આગળ પાછળ હથિયારબંધ પોલીસો ની જીપ્સી ગાડીઓ હોય છે.પછી તે ભાનુપ્રતાપ ના ઘર સુધી જાય છે. ત્યાં તે જુએ છે તો આજુબાજુ હથિયારબંધ માણસો તેની ચોકી કરતા હોય છે. તેના ઘર ની આસપાસ કોઈ ઊંચી જગ્યા હોતી નથી. તે કંઈક વિચારી પોતાની હોટેલ પર પાછો ફરે છે.

****************************************************
પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, , તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.