criminal dev - 22 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 22

ભાગ-22

મોડી રાત્રે ભાનુપ્રતાપ ઘરે પહોંચે છે, ઘરે દેવ એની રાહ જોતો હોય છે, તે ભાનુપ્રતાપ ને પાણી નો ગ્લાસ આપે છે, અને પૂછે છે, કે તે થાળી પીરસે? ભાનુપ્રતાપ હસીને જવાબ દે છે કે, તેણે રસ્તા મા જમી લીધું હતું.પછી તે ઉભો થઇ ને દેવ ને પૂછે છે કે, આટલી મોડી રાત સુધી જાગવાની શું જરૂર હતી? મારે તો ઘણીવાર મોડુ થાય છે. દેવ કહે છે કે એને મનન અને નયન ના પપ્પાઓ ની ચિંતા થતી હતી. ભાનુપ્રતાપ કહે છે કે મેં DSP સાહેબ સાથે વાત કરી, પણ એમણે કહ્યું કે આ ડ્રગ્સ નો કેસ હોવાથી, પોલીસ ના હાથ બંધાયેલા છે,માત્ર કોર્ટ જ આમા નિર્ણય લઇ શકે, તેથી તેણે પબ્લિક પ્રોસિક્યુટર સાથે આ બાબતે વાત કરી છે, પણ પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું કે, આ ડ્રગ્સ કેસ હોવાથી મનન અને નયન ના પપ્પાઓ જો ખરેખર નિદોર્ષ હશે, તો જ કોર્ટ મા થી છૂટી શકશે. પછી ભાનુપ્રતાપ કહે છે કે જો મનન અને નયન ના પપ્પાઓ ખરેખર નિર્દોષ હશે, તો હું મારી તમામ તાકાત કામે લગાડીને તેમને વાંધો નહિ આવવા દઉં. પછી બંને ભાઈ ગુડ નાઈટ કરે છે.

*********************************

ભાનુપ્રતાપ સવારે વહેલો ઉઠી તૈયાર થઇ જાય છે,(આમે ઉમર થાય, તેમ ઊંઘ ઘટે છે) પછી તે દેવ ના રૂમ મા જાય છે, તો દેવ હજી સૂતો હોય છે, મહેન્દ્ર અને ધ્રુવી દેવ ને વીટળાઇ ને સુતા હોય છે.ભાનુપ્રતાપ દેવ ના માથે હાથ ફેરવે છે, અને સુહેલદેવી ના રૂમ મા જાય છે. સુહેલદેવી હજી હમણા જ પૂજા કરી ઉભા થયા હોય છે. ભાનુપ્રતાપ તેમને તેના મુંબઈ ગયા પછી બનેલી ઘટનાઓ નો સંપૂર્ણ અહેવાલ આપે છે. પછી ભાનુપ્રતાપ કહે છે કે આપણો દેવ ભોળિયો રાજા છે, તે હજી પણ મનન અને નયન ના પપ્પાઓની ચિંતા કરે છે. સુહેલદેવી કહે છે કે મહિનો થવા આવ્યો, તે કોલેજ થી દૂર છે. હવે તેણે મુંબઈ જઈ કોલેજ જવાનુ શરુ કરવું જોઈએ. ભાનુપ્રતાપ કહે છે કે મુંબઈ ની બદલે પટણા ની કોઈ કોલેજ મા પોતાનુ ભણતર પૂરું કરે. ત્યાં તે આપણી નજર હેઠળ રહેશે. સુહેલદેવી કહે છે કે મુંબઈ મા મિતાલી છે, દેવ ત્યાં સારી રીતે ભણશે, અને મિતાલી સારી છોકરી છે, ભવિષ્ય મા તૅનૅ આપણા ઘર ની વહુ બનાવવી છે. ભાનુપ્રતાપ કહે છે કે દેવ જો મુંબઈ જશે તો મનન અને નયન તેની આગળ બધુ બકશે, તો તેના મન મા આપણી વિષે ખોટી ધારણા બંધાઈ શકે છે અને પાછો તે ઘરે ૫-૭ વર્ષ સુધી નહિ આવે,અને મનન અને નયન કદાચ દેવ પર હુમલો પણ કરાવે. સુહેલદેવી કહે, તૅનૅ મહેન્દ્ર અને ધ્રુવી સાથે સારું ફાવી ગયું છે. આ વખતે એવું નહિ થાય, કારણકે તેની સાથે હવે મિતાલી પણ છે,જે ખાસ્સી મેચ્યોર પણ છે.તું તેની સાથે ૨ માણસો ને બોડીગાર્ડ તરીકે મુંબઈ મોકલ, અને તૅનૅ એક ફ્લેટ મુંબઈ મા અપાવી દે,અને રઘુ ને કહી દે કે મનન,નયન અને માયા ને સમજાવી દે,કે જે કંઈ થયું, તેના વિષે દેવ આગળ એક હરફ પણ ન ઉચ્ચારે. બાકી ડર ને કારણે દેવ મુંબઈ મા ભણવાનુ છોડી દે, તેવુ થવા દેવું નથી. ભાનુપ્રતાપ કહે છે કે, તો પછી જે કંઈ બન્યું છે, તે વિષે દેવ ને જણાવી દઈએ, તે સચેત રહેશે. સુહેલદેવી કહે છે કે હમણા દેવ ને ભણવા દઈએ, યોગ્ય સમય આવે, તે પોતે જ દેવ ને બધુ જણાવી દેશે, પછી બંને નાસ્તા ના ટેબલ પર જાય છે.
****************************************

નાસ્તા ના ટેબલ પર દેવ, મહેન્દ્ર અને ધ્રુવી ને નાસ્તો કરાવતો હોય છે, છેલ્લા ૨-૩ દિવસ મા મહેન્દ્ર અને ધ્રુવી દેવ ના લાડલા થઇ ગયા હોય છે, કારણકે દેવ તેઓ ને વાર્તા સંભળાવે, ફરવા લઇ જાય, અને તેઓનું હોમવર્ક તૈયાર કરવા મા પણ મદદ કરે, અને તેઓને મિતાલી આન્ટી સાથે કાલીઘેલી વાતો પણ કરાવે. જયારે ભાનુપ્રતાપ અને સુહેલદેવી નાસ્તા ના ટેબલ પર પહોંચે છે, તો દેવ ઉભો થઇ બંને ને પગે લાગે છે. ભાનુપ્રતાપ દેવ ની પીઠ થાબડે છે, અને તૅનૅ ગળે લગાડે છે. પછી સુહેલદેવી દેવ ને કહે છે કે હવે તેણે મુંબઈ જઈ ફરી પોતાનુ ભણતર શરુ કરવું જોઈએ. આ સાંભળી મહેન્દ્ર કહે છે કે એણે અને ધ્રુવી એ પણ કાકા સાથે મુંબઈ જવું છે. સુહેલદેવી કહે છે કે ચોક્કસ, કાકા ને જયારે ૩-૪ મહિના પછી વેકેશન મળશે, ત્યારે ઘર ના બધા મુંબઈ દેવ ને લેવા જશે, ત્યાં મુંબઈ ફરશે અને પછી કાકાને પુરા ૪૫ દિવસ માટે આપણે પાછા ઘરે લયાવશું.દેવ મન મા એમ વિચારીને ખુબ આનંદ પામતો હોય છે કે મુંબઈ મા મિતાલી ને મળાશે.

ક્રમશ:

***********************************
પ્રિય વાચકો, આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી