criminal dev - 21 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 21

ભાગ-૨૧

મોડી રાત્રે પટણા પોલીસ નો કાફલો, જે પટણા થી રવાના થયો હોય છે, તે મુંબઈ પહોંચે છે. તે ભાનુપ્રતાપ ને મળે છે. ભાનુપ્રતાપ તેને આખી યોજના સમજાવે છે. તે પછી સવાર પડવામાં થોડી વાર હોય છે એટલે બધા થોડી વાર ભાનુ પ્રતાપ ના ઠેકાણા પર આરામ કરે છે. રઘુ ૮૦ જીપ ની વ્યવસ્થા કરવા જાય છે. સવારે ૭ વાગે ઉઠી બધા તૈયાર થાય છે અને દગડી ચાલ તરફ નીકળી પડે છે, સાથે રઘુ નો એક માણસ માત્ર રસ્તો બતાવવા જાય છે.

*********************************************************

સવારે ૧૦ વાગે દગડી ચાલ પર પોલીસ રેડ પાડે છે, પવન ગવળી લગભગ ઊંઘતો ઝડપાય છે. તેની, અને તેના માણસોની ડ્રગ્સ ની હેરાફેરી માટે બિહાર પોલીસ ધરપકડ કરે છે, પછી પોલીસ કાફલા માં થી ૨૫ જણ છુટા પડે છે, અને રોહિત ની શેરબજાર ની ઓફિસ પર જાય છે. તેની ધરપકડ કરે છે, અને ત્યાંથી તે મોહિત ની ઓફિસે જાય છે અને તેની પણ ધરપકડ કરે છે.બંને ની ધરપકડ પવન ને તેના ડ્રગ્સ ના કામ માં ફાઇનાન્સ પૂરું પાડવા માટે થાય છે. પવન, રોહિત અને મોહિત, મન મા સમજતા હોય છે, કે આ કોનું કામ છે.

***********************************************************

લગભગ આ જ સમયે પટણા માં I.G. એક પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે. તેમાં તે ગર્વભેર જાહેરાત કરે છે કે પટણા માં થી ૧ મહિના પહેલા જે ડ્રગ્સ પકડાયેલ, તે કેસ માં પટણા પોલીસ મૂળ સુધી પહોંચી છે, અને આ કેસ માં મુંબઈ અંડરવર્લ્ડ ના ડોન પવન ગવળી અને તેની ગેંગ ના ૪૦ માણસો ની ધરપકડ કરવામાં આવી છે, ને આ કેસ માં મુંબઈ મા થી ૧ શેરદલાલ અને ૧ ઉદ્યોગપતિ ની ધરપકડ કરવામાં આવી છે. તેઓ પર આરોપ છે કે, તેઓ પવન ગવળી ના ફાઇનાન્સર છે. લાઈવ ન્યૂઝ ચેનલો માટે આ બ્રેકીંગ ન્યૂઝ બને છે. તમામ અખબારો ના પત્રકારો પણ આ સ્ટોરી કવર કરે છે. પવન ગવળી,તેના ૪૦ માણસો, મોહિત અને રોહિત ને ખાનગી વિમાન દ્વારા પટણા લાવવામાં આવે છે, અને સાંજે તેમને મીડિયા સમક્ષ રજુ કરવામાં આવે છે, ત્યારે મોહિત અને રોહિત તો પોતાના ચેહરા છુપાવે છે. પવન ગવળી શાંતિથી ઉભો રહે છે. મીડિયા, પવન,રોહિત અને મોહિત સાથે વાત કરવા ઇચ્છતું હોય છે, પણ પોલીસ એમ કહીને મીડિયા ને અટકાવે છે કે આ કેસ મા હજી તપાસ ચાલુ છે. "મુંબઈ અંડરવર્લ્ડ ના ડોન ની ધરપકડ,પટણા પોલીસ નું પરાક્રમ", આ રીત ના સમાચારો ન્યુઝ ચેનલો પર ચાલતા હોય છે, પણ આ સમાચાર થી મહારાષ્ટ્ર ના ગૃહમંત્રી ખાસ્સા વ્યથિત હોય છે. તે બિહાર ના ગૃહમંત્રી સાથે ફોન પર વાત કરે છે, પણ બિહાર ના ગૃહમંત્રી ને પહેલા જ સમજાવી દેવામા આવ્યા હોય છે , કે ડ્રગ્સ કેસ મા, આ કેસ ની શરૂઆત બિહાર થી થઇ હતી, અને આવા કેસ મા આખા ભારત મા થી ગમે ત્યાંથી ધરપકડો થઇ શકે, અને જે રીતે મીડિયા બિહાર પોલીસ ના વખાણ કરી રહ્યું હતું, તે જોતા બિહાર ના ગૃહમંત્રી એ રોકડું પરખાવી દીધું કે બિહાર પોલીસે જે કર્યું, તે બરાબર જ કર્યું છે.

**********************************************************

આ સમાચાર થી મનન અને નયન ના ઘર મા વાતાવરણ ખાસ્સું ગરમ થઇ ગયું હતું, મનન અને નયન, બેય ની મમ્મીઓ, મનન અને નયન પર ખાસ્સા ગુસ્સે થયા હોય છે, કે તેમને કારણે જ તેમના પપ્પાઓની આ હાલત થઇ, મનન અને નયન તેમના ઓળખીતા વકીલો ની સલાહ લે છે,ત્યારે તેમને સલાહ મળે છે, કે તેઓ પટણા મા જ કોઈ સારા વકીલ નો સંપર્ક કરે, માયા મનોમન ભગવાન નો આભાર માને છે, કે તે વેળાસર આ ઝમેલાથી દૂર થઇ ગઈ.

***********************************************************

જયારે મિતાલી આ સમાચાર જુએ છે, ત્યારે તેને આશ્ચર્ય થાય છે કે, મનન અને નયન ના પપ્પાઓ આ મામલા મા કઈ રીતે સંડોવાઈ ગયા? તે તરત દેવ ને ફોન કરે છે, દેવે પણ સમાચાર જોયા હોય છે, પણ તેને ખબર નથી હોતી, કે રોહિત અને મોહિત હકીકત મા મનન અને નયન ના પપ્પાઓ છે. જયારે મિતાલી તેને જણાવે છે કે રોહિત અને મોહિત તો મનન અને નયન ના પપ્પાઓ છે, ત્યારે દેવ પણ આશ્ચર્યચકિત થાય છે. તે તરત ભાનુપ્રતાપ ને ફોન કરે છે, ભાનુપ્રતાપ ને આ વિષે પૂછે છે કે, ત્યારે ભાનુપ્રતાપ જવાબ દે છે કે પોતે તો પટણા મા મંત્રી મંડળ ની મિટિંગ મા છે, અને રોહિત અને મોહિત, તે મનન અને નયન ના પપ્પાઓ છે, તે તેને પણ નથી ખબર. દેવ જયારે ભાનુપ્રતાપ સાથે આ વાત કરતો હોય છે, ત્યારે સુહેલદેવી પાછળ ઉભા રહી સાંભળતા હોય છે, અને એમના ચહેરા પર મર્માળુ સ્મિત રમતું હોય છે. દેવ એમ કહી ને ફોન મૂકે છે કે, ભાનુપ્રતાપ થી શક્ય હોય, તેટલી રોહિત અને મોહિત ની મદદ કરે, અને તેમને છોડાવે.

***********************************************************

રાત્રે ૧૦ વાગે પોલીસ લોક અપ મા પવન ગવળી બંધ હોય છે, ત્યાં ભાનુપ્રતાપ તેને મળવા આવે છે, ત્યારે પવન ગવળી કહે છે કે કાશ, એણે રોહિત ની વાત માની હોત, અને રઘુ પર વિશ્વાસ ન કર્યો હોત. તો ભાનુપ્રતાપ સહેજ હસીને જવાબ આપે છે , કે રઘુ પણ એટલું તો સમજે છે કે એક મંત્રી સાથે કઈ રીતે વાત કરાય, અને મંત્રી ની વાત માનવી પડે. પવન જવાબ દે છે, કે તે બદલો લેશે, ભાનુપ્રતાપ સામો જવાબ દે છે કે તે પોતે પણ શાંત નહિ બેસે. પછી તરત અમુક પોલીસો પવન ગવળી અને તેના માણસો ની કોટડીઓ મા ધસી જાય છે અને તેઓને જાનવર ની જેમ મારે છે, પછી ભાનુપ્રતાપ પબ્લિક પ્રોસિક્યુટર પાસે જાય છે અને સૂચના આપે છે કે તે એવો કેસ બનાવે કે આમાંથી કોઈને જામીન પણ ન મળે. તે પબ્લિક પ્રોસિક્યુટર ને ૫ લાખ નો ચેક પણ આપે છે, પછી તે પૂર્વ ચંપારણ જવા નીકળે છે.

ક્રમશ:

***********************************************************
પ્રિય વાચકો, આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.