criminal dev - 20 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 20

ભાગ-૨૦

બીજે દિવસે સવારે ભાનુપ્રતાપ નાહીધોઈ ને તૈયાર થાય છે. તે મુંબઈ જવા નીકળે છે. પવન ગવળી સાથે રઘુ એ વાત કરી ને ૧૧ વાગે મિટિંગ ગોઠવી છે. ભાનુપ્રતાપ ની કોઈ અંડરવર્લ્ડ ડોન સાથે આ પહેલી મુલાકાત હોય છે. તેથી તે થોડો અસહજ હોય છે. સાથે રઘુ હોય છે.મુંબઈ મા દગડી ચાલ મા આ મિટિંગ ગોઠવાણી હોય છે. ભાનુપ્રતાપ સમયસર પહોંચે છે. પવન ગવળી તેનુ યથોચિત સ્વાગત કરે છે. ભાનુપ્રતાપ પવન ને પૂછે છે કે તેણે એના(ભાનુપ્રતાપ ના)માણસો ને માર્યા કેમ? પવન ગવળી જવાબ દે છે કે પોતાને ભાનુપ્રતાપ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. આ તો રોહિત અને મોહિતે આ કામ કરવાના તેને પૈસા આપ્યા, એટલે. ભાનુપ્રતાપ પૂછે છે કે પોતે આ રીતે કોઈને પૈસા આપીને પવન ગવળી ના માણસો ને મરાવે તો? પવન ગવળી મૂછે હાથ દઈ ને કહે છે કે, મુંબઈ મા કોઈ ની હિંમત નથી કે, પવન ગવળી કે એના માણસો ને કોઈ હાથ લગાડે.ભાનુપ્રતાપ ફરી પૂછે છે કે શું પવન ગવળી ને આ વાત નો કોઈ પસ્તાવો છે, કે તેણે ૪૦ નિર્દોષ માણસો ને જાનવર ની જેમ માર્યા?. પવન ગવળી જવાબ દે છે કે કોઈ પસ્તાવો નથી, આ એનું કામ છે, અને રોહિત અને મોહિતે તો ભાનુપ્રતાપ ને મારવા માટે પણ કીધું છે, આ તો વચ્ચે રઘુ છે એટલે મિટિંગ ગોઠવી. પછી તે કહે છે કે મિત્ર દાવે હું એક સલાહ આપું, તમે અને તમારો ભાઈ પાછા પૂર્વ ચંપારણ ભેગા થઇ જાવ.ભાનુ પ્રતાપ નમસ્તે કહીને બહાર જાય છે, રઘુ તેની પાછળ થોડી વાર રહીને બહાર નીકળે છે. ભાનુપ્રતાપ તેને પૂછે છે કે વાર શું કામ લાગી? રઘુ જવાબ દે છે કે,મેં પવન પાસેથી વચન લીધું છે કે આવતા ૪૮ કલાક તે કંઈ નહિ કરે. ભાનુપ્રતાપ કહે છે કે ૪૮ કલાક તો ઘણો સમય છે. પછી બંને મુંબઈ મા પોતાના ઠેકાણે જાય છે.

***********************************************************

આ બાજુ પવન ગવળી ના કોઈ માણસે રોહિત ને ફોન કરી દીધો હોય છે કે,ભાનુપ્રતાપ અને પવન ગવળી ની મુલાકાત થઇ છે, તેથી ભાનુપ્રતાપ ના ગયા પછી તરત પવન ગવળી પર રોહિત નો ફોન આવે છે,રોહિત,પવન ને સીધુ પૂછે છે કે તેણે ભાનુપ્રતાપ ને માર્યો કેમ નહિ, તો પવન જવાબ દે છે કે અંડરવર્લ્ડ ના પણ કેટલાક નીતિ નિયમો હોય છે. મિટિંગ રઘુ દ્વારા ગોઠવાયેલ એટલે તેણે વાત કરી, પણ એ એમ પણ કહે છે કે, પોતે ભાનુપ્રતાપ ને ૪૮ કલાક નો સમય આપ્યો છે, પૂર્વ ચંપારણ જવા માટે. રોહિત કહે છે કે આ કદાચ ભૂલ થઇ છે, તું હજી ભાનુપ્રતાપ ને બરાબર ઓળખતો નથી. પવન ગવળી, જોઈ લેશું, એમ કહીને ફોન મૂકે છે.

***********************************************************

આ બાજુ ભાનુપ્રતાપ મરાઠે ને ફોન કરે છે, અને પવન ગવળી ની ફરિયાદ કરે છે. મરાઠે કહે કે પવન ગવળી વિરુદ્ધ એક પણ સાક્ષી નહિ મળે, અને તમે સાક્ષી ઉભા કરશો તો પવન ગવળી ના માથે મહારાષ્ર્ટ ના ગૃહમંત્રી નો હાથ છે, તે છૂટી જશે. ભાનુપ્રતાપ ઠીક છે, કહી ને ફોન મૂકે છે, તે થોડો વિચાર કરી એક નિર્ણય લે છે. તે પટણા ફોન કરી ને I.G. સાથે વાત કરે છે, તેને આખો પ્લાન સમજાવે છે. I.G. તે મુજબ પટણા થી ૧ D.S.P., ૨૦ P.I. અને ૪૦ p.s.ઈ ,અને ૩૦૦ હથિયાર બંધ કોન્સ્ટબેલો ની ટીમ ને તૈયાર થવા આદેશ આપે છે. અને સાંજ પડતા તે બધાને મુંબઈ એક ખાનગી વિમાન માં ઘણા બધા હથિયારો સાથે રવાના કરે છે.

***********************************************************

આ બાજુ દેવ, મહેન્દ્ર અને ધ્રુવી ને લઇ ને પૂર્વ ચંપારણ ના બગીચા મા સાંજે ફરવા આવ્યો હોય છે. તે સમયે તે મિતાલી ને વિડિઓ કોલ કરે છે. મિતાલી સ્વેટર ગુંથતી હોય છે. દેવ પૂછે છે કે તે કોના માટે સ્વેટર ગૂંથે છે. મિતાલી જવાબ દે છે કે તે કુલ ૩ સ્વેટર ગૂંથવાની છે. 1-1 સ્વેટર તે મહેન્દ્ર અને ધ્રુવી ને આપશે. દેવ પૂછે છે કે ત્રીજું કોના માટે? મિતાલી જીભ કાઢી ને જવાબ આપે છે કે, એ તે નહિ કહે.દેવ તેને ચીડવે છે કે તે તો શિયાળા મા બિલકુલ સ્વેટર પહેરતો જ નથી.મીતાલિ સામો જવાબ દે છે કે તે દેવ માટે સ્વેટર નથી બનાવતી અને ભવિષ્ય મા પણ નહિ બનાવે. દેવ કહે છે કે શિયાળા મા જાકીટ પહેરવું તેને ગમે છે. મિતાલી તેને જવાબ દે છે કે તેને જાકીટ બનાવતા કે સીવતા નથી આવડતું.પછી મિતાલી મહેન્દ્ર અને ધ્રુવી સાથે ખુબ વાતો કરે છે. મિતાલી ,દેવ,મહેન્દ્ર અને ધ્રુવી આ ૪ જણ સપનાઓ ની દુનિયા મા હોય છે. રાત્રે ભાનુપ્રતાપ, સુહેલદેવી સાથે ફોન પર વાત કરી આખી પરિસ્થિતિ અને પોતાની કાલ ની યોજના સમજાવે છે. ભવિષ્ય આ બધા ને કઈ પરિસ્થિતિ માં મુકવાનું છે, તે તો કાળ પર નિર્ભર છે.

ક્રમશ:

*************************************
પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.