criminal dev - 14 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 14

ભાગ-૧૪

દેવ અને મિતાલી વચ્ચે તારામૈત્રક રચાયું હોય છે, ત્યાં અચાનક ડોક્ટર ની એન્ટ્રી થાય છે,ડોક્ટર ઉત્સાહભેર દેવ ને સમાચાર આપે છે કે તેના છેલ્લા રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને હવે તો ૨૪ કલાક માં જ દેવ ડિસચાર્જ થઇ શકે છે. મિતાલી આ સાંભળી ખુશી થી ઉછળી પડે છે. ડોક્ટર દેવ ને કહે છે કે તેની તબિયત માં ધાર્યા કરતા ઘણી ઝડપ થી સુધારો આવ્યો છે. દેવ જવાબ આપે છે કે છેલ્લા ૪૮ કલાક માં તેને પોતાને પણ ખુબ સારું મહેસુસ થઇ રહ્યું છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે, જયારે માનસિક રીતે આપણે આનંદ માં હોઈએ, તો એને કારણે આપણા શરીર માં અમુક એવા રસાયણો ઉત્પન્ન થાય છે, જે આપણે માંદા હોઈએ ત્યારે ઝડપ થી સાજા થવામાં મદદ કરે છે. અને કોઈ પણ વ્યક્તિ માટે એનું પ્રિય જન એની સમીપ હોય, એનાથી વધારે આનંદ ની વાત બીજી કંઈ ન હોય.

*************************************************************************************

તદ્દન આના કરતા વિરુદ્ધ વાતાવરણ મુંબઈ ની હોસ્પિટલ માં હતું, જ્યાં મનન અને નયન ઘાયલ થઇ ને એડમિટ હોય છે. મોહિત કુલકર્ણી અને રોહિત બાપટ બંને થોડા ધૂંધવાયેલ હતા, મરાઠે બંને ને બહાર કેન્ટીન માં લઇ જાય છે. રોહિત બાપટ ધૂંધવાય ને બોલે છે કે એ બિહારી ભૈયા ની એ હિંમત કેવી રીતે થઇ કે એ આમ ઉઘાડેછોગ ઘા મારે. ભાનુપ્રતાપ ડોન હોય, મંત્રી હોય, તો એ બિહાર માં, એ અહીં મુંબઈ આવીને આમ દાદાગીરી કરે, તે કેમ ચાલે? મોહિત પણ કહે છે કે આંખ ની બદલે આંખ, હાથ ની બદલે હાથ એવા સિદ્ધાંતો થી તો દુનિયા નો અંત આવી જાય. મરાઠે બંને ને પૂછે છે કે હવે આગળ નક્કી કર્યા મુજબ ભાનુપ્રતાપ સાથે આજે મિટિંગ કરવી છે કે નહિ? પણ રોહિત અને મોહિત બંને ના પડે છે કે હવે મિટિંગ કરવાનો કોઈ મતલબ નથી. એટલે મરાઠે ફોન કરી ને ભાનુપ્રતાપ ને જણાવે છે કે મનન અને નયન ઘાયલ થયા હોવાથી આજ ની મિટિંગ રદ કરવામાં આવે છે. ભાનુપ્રતાપ એક રાજકારણી ની અદામાં મરાઠે ને કહે છે કે આજે નહિ તો ૫ દિવસ પછી કે ૭ દિવસ પછી તેની અને મનન અને નયન ના વાલીઓ વચ્ચે એક મિટિંગ અચૂક થવી જોઈએ, જેથી આ ગંભીર મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ આવે. મરાઠે એમ કહી ને ફોન મૂકે છે કે એ મિટિંગ માટે પ્રયત્ન કરશે.

મરાઠે પછી રોહિત અને મોહિત ને કહે છે કે તેઓ મનન અને નયન જે રીતે ઘાયલ થયા છે, તે માટે પોલીસ ફરિયાદ કરે. પણ રોહિત એ માટે ના પડે છે, મોહિત કંઈ બોલવા પ્રયત્ન કરે છે, પણ રોહિત ઈશારા થી એને શાંત કરી દે છે. મરાઠે આશ્ચર્ય વ્યક્ત કરે છે કે, તેઓ પોલીસ ફરિયાદ નથી નોંધાવી રહ્યા. એ લોકો કેન્ટીન માં થી બહાર આવે છે, ત્યાં જ મનન અને નયન ની મમ્મીઓ અમુક સગાવહાલાઓ સાથે હોસ્પિટલ પર આવી પહોંચે છે. રોહિત તે બધાને સૂચના આપે છે કે, તેઓ બધા મનન અને નયન આગળ રહે, અને મનન અને નયન ને કોઈ તકલીફ ન પડે, તેનું ધ્યાન રાખે. પછી રોહિત મોહિત ને કહે છે કે સાંજે ૭ વાગે જીમખાના પર આપણે મળીએ. આમ નક્કી કરી મોહિત અને રોહિત હોસ્પિટલ પર થી રવાના થાય છે. આ બાજુ ભાનુપ્રતાપ પર દેવ નો ફોન આવે છે કે, આવતી કાલે હોસ્પિટલ માં થી તેને રજા આપશે. ભાનુપ્રતાપ ને આનંદ થાય છે અને તે તરત પોતાના તમામ માણસો સાથે પુના જવા નીકળે છે.

********************************************************************************

આ બાજુ દેવ જયારે ભાનુપ્રતાપ સાથે ફોન પર વાત કરતો હોય છે,ત્યારે મિતાલી ના ફોન પર તેની મમ્મી નો ફોન આવે છે, મિતાલી ને જાણવા મળે છે, કે મનન અને નયન ઘાયલ થયા છે, અને હોસ્પિટલ માં છે.મિતાલી આશ્ચર્યચકિત બને છે, પણ તે દેવ ને કંઈ કહેતી નથી ( જો કે તેણે કહી દીધું હોત તો હવે પછી જે થવાનું છે, તે રોકી શકાયું હોત). દેવ અત્યારે ખુબ આનંદ માં છે, તે મિતાલી ને કહે છે કે, તેનો ભાઈ ભાનુપ્રતાપ તેને લેવા માટે આવે છે. મિતાલી દેવ ને પૂછે છે કે હોસ્પિટલ માં થી તે ક્યાં જશે? દેવ કહે છે કે થોડા દિવસ તે પૂર્વ ચંપારણ માં રહેશે, કારણકે તે તેની માતા સુહેલદેવી ને ખુબ મિસ કરે છે. પછી દેવ તેને કહે છે કે આ દિવસો દરમિયાન બંને જણ વિડિઓ કોલ દ્વારા સંપર્ક માં રહેશે. અને એ માત્ર ૩ દિવસ ઘરે રોકાશે અને પછી તરત મુંબઈ માં કોલેજ જોઈન કરી લેશે. મિતાલી કહે છે કે, હવે થોડો સમય જ બંને સાથે છે. તો મન ભરી ને એકબીજા સાથે વાતો કરી લઈએ, તે બંને વાતો એ વળગે છે. આમે જ્યાં એક બીજા સાથે હેત હોય, ત્યાં વાતો કોઈદી ખૂટે નહિ.

ક્રમશ:

********************************************************************

પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, , તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.