criminal dev-12 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 12

ભાગ-૧૨

નયન અને મનન આશ્રર્યચકિત એટલા માટે બને છે કે તેમની આજુબાજુ તેમને પોતાના માણસો દેખાતા નથી. અને પોતાને બંધાયેલ જૉઈ થોડો ડર લાગે છે. પણ નયન પ્રમાણ માં જલ્દી સ્વસ્થ થાય છે.તે રઘુ ને પૂછે છે કે આ બધું શું છે? અને શા માટે તેઓને બાંધ્યા છે? મનન પણ કહે છે કે આનું પરિણામ સારું નહિ આવે. રઘુ વારાફરતી બંને સામે જૉઈ હસે છે, અને એક સવાલ પૂછે છે? શું દેવે પણ આ જ બધા સવાલ પૂછેલા? જયારે તમે લોકોએ એને કોલેજ ના મેદાન માં બોલાવેલ? મનન અને નયન સડક થઈ જાય છે. નયન તરત સમજી જાય છે અને કહે છે, તો તમે ભાનુપ્રતાપ ના માણસો છો.રઘુ કહે છે કે તમેં દેવ ને મારતા પહેલા એ વાત નો જરાય વિચાર નો કર્યો? એ છોકરા ની ભૂલ શું? નયન જવાબ દે છે કે એને એક વાર ચેતવણી આપેલ કે એ મિતાલી ને ન મળે, મિતાલી તેની બાળપણ ની સાથી છે, અને દેવે વચ્ચે આવવાની જરૂર ન હતી. રઘુ પૂછે છે કે મિતાલી શું તેની પત્ની છે? શું દરેક સ્ત્રી ને એ હક નથી કે તે તેના મનપસંદ પાત્ર ને મળે? અને દેવ કંઈ મિતાલી પર બળજબરી નહોતો કરતો.રઘુ આગળ કહે છે કે જો તેમને પહેલેથી ખબર હોત કે દેવ એક મઁત્રી નો ભાઈ છે, તો એને આવી રીતે મારત? નયન જવાબ દે છે કે આવી ખબર હોત તો દેવ ને મારી નાખત.ભાનુપ્રતાપ ની સૂચના મુજબ આ આખી વાતચીત રેકોર્ડ થઇ રહી હતી.

રઘુ ના એક ઇશારાથી વાતચીત નું રેકોર્ડિંગ બંધ કરવામાં આવે છે. રઘુ ના બીજા ઈશારે મનન અને નયન ને છોડવામાં આવે છે. અને રૂમ ની અંદર રહેલા માણસો તે બંને ને મારવાનું શરુ કરે છે. બંને ને મારવા માટે તેલ પાયેલી લાકડીઓ નો પણ ઉપયોગ કરવામાં આવે છે. એક ડોક્ટર હાજર હોય છે. તે જ ચેક કરીને કહે છે કે બંને ના ૩૪ હાડકા તૂટી ગયા છે , એટલે પછી મારવાનું બંધ કરી બંને ના ચહેરા ને લહુલુહાણ કરવામાં આવે છે. પછી બંને ને એક વાન માં નાખવામાં આવે છે, અને તે વાન ને મુંબઈ તરફ હંકારવામાં આવે છે.

*************************************************************************************

બરાબર એ જ સમયે મિતાલી દેવ ને મળી ને પાછી મુંબઈ આવવા નીકળે છે. તે આજે ખુબ ખુશ છે, કારણકે દેવ સાથે માણેલી પળો તેને વારંવાર યાદ આવે છે. અને બીજે દિવસે તેને વળી પાછી મળવાની હોય છે. માયા આ બાજુ તેના ઘરે પાછી પહોંચે છે. તેની માતા તેને પૂછે છે કે કેમ એટલી વાર લાગી? માયા જવાબ દે છે કે દવા લીધા પછી એક કામ યાદ આવવાથી તે કોલેજ ગઈ હતી, અને પછી તેણે બધા જ લેક્ચર ત્યાં એટેન્ડ કર્યા, એટલે વાર લાગી . માયા ની માતા વધારે કંઈ પ્રશ્નો પૂછતી નથી. માયા એક વાર તો વિચારે છે કે તેની સાથે જે કંઈ બન્યું ,તે તેના ધારાસભ્ય પિતા ને જણાવે, પણ પછી વિચારે છે કે આ મામલો હવે તુલ પકડી ચુક્યો છે, અને મનન અને નયન અત્યાર સુધીમાં ઢીબાય ગયા હશે. એક વાર તેણે નયન-મનન ની મદદ કરી, એક વાર તેણે દેવ ના સાથીદારો ની મદદ કરવી પડી. હિસાબ બરાબર, હવે તેણે આ મામલા થી દૂર થઇ જવું જોઈએ. તેના મોબાઈલ પર નયન ની માતા નો ફોન આવે છે,પણ માયા જવાબ દઈ દે છે કે નયન ક્યાં છે તેની એને કશી ખબર નથી. થોડીવારમાં મનન ની માતા નો પણ ફોન આવે છે, અને માયા તેને પણ એ જ જવાબ દે છે કે મનન ક્યાં છે, એની તેને કશી ખબર નથી.
મનન અને નયન ને લઇ ને વાન કોલેજ સુધી પહોંચે છે,ત્યારે રાત ના 11.૩૦ થયા હોય છે,ભાનુપ્રતાપે તેના માણસો ને કામે લગાડી ને કોલેજ ના વિસ્તાર ના તમામ cctv કેમેરાઓ પહેલાજ બંધ કરાવી દીધા હોય છે. વાન માં થી ૧ માણસ ઉતરે છે. અને તે કોલેજ ના નાઈટવોચમેન પાસે જાય છે, અને તેને સમજાવીને બાજુની ગલીમાં દારૂ પીવા લઇ જાય છે. વાન કોલેજ માં પ્રવેશે છે, અને કોલેજ ના મેદાન માં મનન અને નયન ને ફેંકવામાં આવે છે. પછી વાન કોલેજ માં થી નીકળી જાય છે. થોડી વાર પછી વોચમેન તેની જગ્યા એ પાછો આવે છે, તે થોડો નશા માં હોય છે, પણ તે ચોકીદારી કરવા માંડે છે.

**************************************************************

પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, , તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર whattsup પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.